GSTV
Home » News » રાહુલ કા જાદુ ચલ ગયા !!! આ જંગમાં રાહુલ નંબર-1, મોદી પણ માની ગયા હાર!

રાહુલ કા જાદુ ચલ ગયા !!! આ જંગમાં રાહુલ નંબર-1, મોદી પણ માની ગયા હાર!

લોકસભા ચૂંટણી જંગ હવે વિસ્તાર પુરતો મર્યાદિત નથી રહ્યો. આ ચૂંટણીજંગની વ્યાપકતા હવે વધતી જાય છે. આ ચૂંટણી જંગ હવે સોશીયલ મિડીયા ઉપર પણ લડાઈ રહ્યો છે. મોદી સરકારના વચગાળાના (અંતરીમ) બજેટને ધ્યાનમાં રખીને સોશીયલ મિડીયામાં કેવો માહોલ રચાયો છે- તે અનુસંધાને ટ્વીટરનો એક રીપોર્ટ પ્રકાશિત થયો છે. આ રીપોર્ટમાં  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મેદાન મારી ગયા છે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોમાં ચૂંટણીજંગનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 2019ની આ ચૂંટણી ફક્ત ભીડ-ભાષણો પૂરતી મર્યાદિત નહીં રહે. પણ, સોશીયલ મિડીયામાં પણ આ ચૂંટણી એટલી જ તીવ્રતાથી લડાશે. ચૂંટણી પહેલા રજૂ થયેલું મોદી સરકારના વચગાળાના બજેટે લોકજીભે ખાસ્સી ચર્ચા જગાવી હતી. આ બજેટને લઈને થયેલી ચર્ચામાં કોંગ્રેસ અધ્યક્ષ મેદાન મારી ગયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતાપાર્ટી, પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર એકાઉન્ટ બહુ પાછળ રહી ગયું હતું.

ટ્વીટર અહેવાલ અનુસાર વચગાળાના બજેટ 2019ને લઈને રાજનેતાઓ અને દિગ્ગજો દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યા હતા તે બધામાંથી રાહુલ ગાંધી નંબર 1 ઉપર રહ્યા. ખેડૂતોને રૂ. 6000 આપવાની યોજનાની આલોચના કરતા રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યું હતું તેને લગભગ 13,000 વખત રી-ટ્વીટ કરવામાં આવ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું ટ્વીટ નં4 ઉપર રહ્યું અને પી.એમ.ઓ. દ્વારા કરવામાં આવેલું ટ્વીટ નં. 5 ઉપર રહ્યું.

ઉલ્લેખનિય છે કે, પાછલા લગભગ એક વર્ષથી રાહુલ ગાંધી સોશીયલ મિડીયા ઉપર ખૂબ છવાયેલા રહ્યા છે. તુકબંદીની સથે મોદી સરકારની આલોચના કરવાની હોય કે પછી બીજેપી ઉપર નિશાન સાંધતું મીમ શેર કરવાનું હોય, બધા જ મુદ્દામાં રાહુલ ગાંધીએ સોશીયલ મિડીયા ઉપર આગલી હરોળમાં જ ફટકાબાજી કરી છે.

ટ્વીટરની લોકપ્રિયતાની શ્રેણીમાં ભાજપા બીજા નંબર ઉપર સરકી ગઈ છે. રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપવા માટે ભાજપાએ જે ટ્વીટ કર્યા તેને લગભગ 9,000 વખત રી-ટ્વીટ કરવામાં આવ્યા. ત્રીજા નંબર ઉપર એક પત્રકારનું ટ્વીટ રહ્યું જેમાં તેમણે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના માસ્ટસ્ટ્રોકની વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બજેટ વિષયક કરેલા ટ્વીટ ચોથા નંબર પર રહ્યું અને તેમના ટ્વીટને 7500 વખત રી-ટ્વીટ કરવામાં આવ્યું. પાંચમા નંબર ઉપર પીએમઓનું ટ્વીટ રહ્યું હતું જેમાં, મધ્યમવર્ગને મળેલી ટેક્સમાં રાહતની વાત કરવામાં આવી હતી જે 4700 વખત રી-ટ્વીટ કરવામાં આવ્યું.

આ ઉપરાંત બજેટ વિષયક જે ટ્વીટ કરવામાં આવ્યા તેમાં પોંડિચેરીના ગવર્નર કિરણ બેદી, આજતકના એક્સીક્યુટીવ એડીટર શ્વેતા સિંહની સાથે અન્ય મહાનુભાવના ટ્વીટ ટોપ 10માં સ્થાન પામ્યા હતા.

વચગાળાના બજેટ (અંતરીમ બજેટ)ના મુદ્દા 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી લગલગાટ ટ્વીટ કરવામાં આવ્યા. જેની સંખ્ય 1.4 લાખ મિલિયન છે, જેમાંથી કુલ 8 લાખ ટ્વીટ ભારતમાંથી જ કરવામાં આવ્યા હતા. બજેટ રજૂ થયું તે દિવસે લગભગ 72,000 ટ્વીટ પ્રતિ કલાકની ઝડપે ખૂબ ઝડપથી ટ્વીટ થયા હતા. બજેટલક્ષી ટ્વીટ પર કરવામાં આવેલી હૈશટૈગ ચર્ચામાં રહ્યું જેમાં  #Budget2019, #BudgetForNewIndia પ્રથમ બે શ્રેણીમાં રહ્યા.

Read Also

Related posts

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી અને મંદિરને તોડી પાડ્યું

Mayur

રેલ્વે મંત્રાલયે શરૂ કરી 10 ‘સેવા સર્વિસ પેસેન્જર ટ્રેનો’, એક ભેટ મળી પીએમ મોદીના વતનને પણ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!