GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

‘સ્ટડી ઇન ઇન્ડિયા’ : મેક ઇન્ડિયા બાદ મોદી સરકારની નવી યોજના , એક ક્લિકે જાણો વિગતે

મોદી સરકાર 2.0ના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક નવી શિક્ષણ નીતિ લઇને આવી છે. દેશની ત્રણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની ગણતરી દુનિયાની 200 ટોચની સંસ્થાઓમાં થવા લાગી છે. 

દેશમાં વિશ્વસ્તરીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં 400 કરોડની જોગવાઇ કરી છે. વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં શિક્ષણ માટે આકર્ષિત કરવામાં આવશે અને આ માટે વિદેશી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આકર્ષિત કરવા માટે સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરશે.

રાષ્ટ્રીય સંશોધન પરિષદ સ્થાપિત કરવામાં આવશે, તમામ મંત્રાલયના ફંડનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે. એસ્પાયર યોજના અંતર્ગત 80 જીવનશૈલી વ્યવસાય ઇન્ક્યુબેટર અને 20 ટેક્નોલોજી ઇન્ક્યુબેટર સ્થાપવામાં આવશે. જેમાં કૃષિ-ગ્રામીણ ક્ષેત્રમાં 75 હજાર નવી રોજગારી ઉભી થશે. મેટ્રો રેલ યોજનામાં ખાનગી ભાગીદારીની જોગવાઇ છે.

વિકીપીડિયાના આધારે મોદી સરકાર લાવશે ‘ગાંધીપીડિયા’

યુવાનોને ગાંધીવાદી મુલ્ય પ્રત્ય સંવેદનશીલ બનાવવા માટે ‘ગાંધી પીડિયા’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મોદી સરકારની આ યોજના ખૂબજ મહત્વની છે, કારણકે 2 ઓક્ટોબર, 2019એ મહાત્મા ગાંધીની 150મી જયંતિ છે. આ નિમિત્તે એક વર્ષ પહેલાંથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ‘ગાંધીપીડિયા’ માટે ‘વૈષ્ણવ જન’ નામથી એક એનિમેશન ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે.

ગુજરાતમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંધરથી દિલ્હી સુધી ‘ખાદી એક્સપ્રેસ’ નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. 50 દેશોમાં ભારતીય દૂતાવાસોમાં ગ્લોબલ ખાદી પ્રદર્શન લગાવવામાં આવશે. સૌથી અંતરિયાળ 115 જિલ્લા સહિત દેશના 300 જિલ્લામાં ‘ખાદી સંગમ’ નામથી ખાદી પ્રદર્શન લગાવવામાં આવશે, સાથે-સાથે આખા દેશમાં ખાદી ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે.

Read Also

Related posts

હોસ્પિટલની બેદરકારીથી દર્દી અને પરિવારજનો ચિંતામાં મુકાયા, ભૂલ થઈ ગઈ હશે ચિંતા ન કરશો

Nilesh Jethva

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

Nilesh Jethva

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!