GSTV

બજેટ 2019 : અમીરો ઉપર બોજ, ગરીબો ઉપર મહેરબાની, મધ્યમ વર્ગ જૈસે થે

લ્યો આવી ગયું છે બજેટ. હવે તો બજેટ જાણે એવું થઇ ગયું છેકે તેમાં કોઇ વસ્તુઓ સસ્તી થાય તેવું વિચારવું તો ઠીક પણ મોટાભાગની વસ્તુઓ જેટ સ્પીડે મોંઘી થઇ જાય છે. આ બજેટમાં પણ આવું જ થયું છે. જેમાં સસ્તી વસ્તુઓ એવી છે કે તેમાં કોઇ ફરક પડે તેવો નથી અને મોંઘી વસ્તુઓ એવી થઇ છે જેમાં દરેક વર્ગને બરાબરનું દબાણ આવે તેમ છે.

સોનું ખરીદવું તો સપના જોવા જેવું થઇ જવાનું

અનેક આશાઓ અપેક્ષાઓ પર પાણી ઢોળ થયું છે અને આ બજેટે એવો કોરડો માર્યો છેકે કોઇપણ વર્ગ તેમાંથી બચી શકે તેમ નથી. કારણ કે આ બજેટમાં મોંઘવારીમાં ઘી હોમાય તેવી રીતે સૌ પહેલા તો પેટ્રોલ ડિઝલ પર 1 રૂપિયો વધી ગયો છે. તેથી સામાન્ય વર્ગે હવે વાહન લઇને બહાર નીકળવાનો વિચાર કરતા પહેલા ખિસ્સા અંગે જરૂરથી વિચાર કરવો પડશે. તો સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું તો સપના જોવા જેવું થઇ જવાનું છે. તો ઉચ્ચ વર્ગ જેઓ કાજૂ ખાઇ શકે છે. તેઓ માટે કાજૂને પણ બાજુમાં મૂકી દેવા પડે તેવી સ્થિતી સર્જવાની છે.

તો ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાથી આવી તો અનેક ચીજો મોંઘી થવાની છે. ત્યારે વાત કરીએ આ બજેટથી મોંઘી થયેલી વસ્તુઓ પર જે લગભગ તમામ વર્ગના લોકોની કમર તોડવાની છે. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર દેશભરના લોકોની નજર હતી. ત્યારે આવો જાણીએ કે બજેટમાં એવી કઇ 10 વાત છે કે જે અમીર કે ગરીબ કે પછી મધ્યમ વર્ગ તમામ લોકોને સ્પર્શી રહી છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘુ

મોદી સરકાર બજેટમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ કરી દીધું છે. સરકારે ક્રૂડ ઓઇલની ઇમ્પોર્ટ પર એક રૂપિયો પ્રતિ ટન કસ્ટમ ડ્યૂટી ઝીંકી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ 1-1 રૂપિયો પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી લગાવવામાં આવી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી જશે. સામાન્ય લોકો માટે આ એક ઝટકો ગણાશે..

સોનાની આયાત પરની એક્સાઇટ ડ્યૂટી વધારી

બજેટમાં સોનાની આયાત પરની એક્સાઇટ ડ્યૂટી વધારી દીધી છે.. જેથી સોનાની કિંમતમાં પણ વધારો નોંધાશે. અગાઉ સોના પર 10 ટકા એક્સાઇઝ વસૂલવામાં આવતી હતી. જેને વધારીને 12.5 ટકા કરી દેવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. આ સાથે દેશના પ્રમુખ શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો દર 34,300 રૂપિયા હતો. જેમાં હવે 700 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થઇ જશે. જેથી લગ્નસરાની સીઝનમાં લોકોને સોના માટે વધુ કિંમતો ચુકવવી પડશે.

તંબાકુની તમામ પ્રોડક્ટ્સને મોંઘી

સરકારે તંબાકુની તમામ પ્રોડક્ટ્સને મોંઘી કરી દીધી છે. બજેટમાં તંબાકુની જુદી જુદી પ્રોડક્ટ્સ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી દેવાઇ છે. જેથી સિંગારેટથી માંડીને તંબાકુની અન્ય વસ્તુઓ મોંઘી થશે.

અમીરો પર લાગતા ટેક્સમાં વધારો

સરકારે બજેટમાં અમીર વર્ગને ટાર્ગેટ કર્યો છે. સરકારે અમીરો પર લાગતા ટેક્સમાં વધારો કર્યો છે. હવે 2થી 5 કરોડ સુધીની વાર્ષિક આવક પર હવે ત્રણ ટકા વધુ ટેક્સ આપવો પડશે. જ્યારે કે પાંચથી સાત કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 7 ટકા વધુ ટેક્સ ચુકવવો પડશે. જો કે ઇનકમ ટેક્સ સ્લેબમાં અન્ય કોઇ મોટા એલાન કરવામાં આવ્યા નથી.

લઘુ અને મધ્યમ ઉદ્યોગને ફાયદો

સરકારે એક મોટું એલાન કરતાં લઘુ અને મધ્યમ ઉદ્યોગને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત હવે 400 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને 25 ટકા ટેક્સ માળખામાં આવરી લીધી છે. પહેલા માત્ર 250 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ જ આ સ્લેબમાં સામેલ હતી. સરકારના આ નિર્ણયથી મોટા ભાગની લઘુ અને મધ્યમ કક્ષાની કંપનીઓ આ સ્લેબમાં સામેલ થઇ જશે.

ઇલેકટ્રીક વાહનોના ઉદ્યોગને પ્રોત્સાહન

સરકારે ઇલેકટ્રીક વાહનોના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આઇટીની કલમ 35એ મુજબ સેમી કંડકટર બનાવતી કંપનીઓને બજેટમાં છૂટ અપાઇ છે. ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે જે લોન આપવામાં આવે છે. તેના વ્યાજ પર દોઢ લાખ રૂપિયાની ટેક્સ છૂટનું એલાન કરાયું છે. આ ઉપરાંત ઇલેકટ્રીક કાર પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે. સરકારે આ પગલું પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે ભર્યું છે.

ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધારાશે

સરકારે ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવા એક મહત્વનો નિર્ણય લીધો. જે અંતર્ગત હવે જો કોઇ વ્યક્તિ બેંક ખાતામાં એક વર્ષમાં એક કરોડથી વધુની રોકડ ઉપાડશે તો તેને બે ટકા ટીડીએસ આપવો પડશે. સરકારના આ પગલાથી જે તે ખાતેદારે 2 લાખ રૂપિયાનો ટીડીએસ ચુકવવાની ફરજ પડશે.

હાઉસિંગ લોનમાં ફાયદો

સરકારે લોન લઇને ઘર ખરીદનાર લોકોને રાહત આપી છે. એફોર્ડેબલ હાઉસિંગની મર્યાદા વધારવા માટે સસ્તા ઘર ખરીદનારને ટેક્સ છૂટ અપાશે. બજેટમાં એલાન કરાયું કે 45 લાખ સુધીના મકાનની ખરીદી માટેની હાઉસિંગ લોનના વ્યાજ પર હવે સાડા ત્રણ લાખ રૂપિયાની છૂટ મળશે. અગાઉ આ મર્યાદા વાર્ષિક બે લાખ રૂપિયાની છૂટની હતી. સરકારે રિયલ એસ્ટેટ ઉદ્યોગના પ્રોત્સાહન માટે આ પગલુ ભર્યું છે.

મહિલાઓને રિઝવવાનો પ્રયાસ

બજેટમાં સરકારે મહિલાઓને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા અપાશે. એટલે કે મહિલાઓ ઝીરો બેલેન્સ હોવા છતાં એક નિશ્ચિત મર્યાદા માટે રૂ.5000ની લોન મેળવી શકશે. આ ઉપરાંત મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરાશે.

દુકાનદારોને પેન્શન

બજેટમાં સરકારે પોતાની પેન્શન સ્કીમમાં દુકાનદારોને આવરી લીધા છે. બજેટમાં એલાન કરાયું કે વાર્ષિક દોઢ કરોડનો કારોબારવાળા વેપારીઓને પણ પેન્શનની સુવિધા મળશે. સરકારે તેમને વડાપ્રધાન કર્મયોગી માનધન યોજના અંતર્ગત પેન્શનનો લાભ ઉપલબ્ધ કરાવશે. આ યોજના હેઠળ હવે ત્રણ કરોડ દુકાનદાર અથવા વેપારીઓને આવરી લેવામાં આવશે. યોજનાનો લાભ લેનારા દુકાનદારોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને રૂ.3000ની પેન્શનની સુવિધા મળી રહેશે.

READ ALSO

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!