GSTV
Home » News » સાર્વજનિક બેંકોને રાહત, મળી શકે છે 30,000 કરોડની રકમ

સાર્વજનિક બેંકોને રાહત, મળી શકે છે 30,000 કરોડની રકમ

સાર્વજનિ બેંકોને રાહત આપવા માટે સરકાર બજેટમાં મોટુ પગલું ઉઠાવી શકે છે. આગામી બજેટમાં નાણામંત્રી પબ્લિક સેક્ટરના બેંકોના લગભગ 30000 કરોડ રૂપિયાની ઘોષણા કરી શકે છે, જેથી તે નિયમ મુજબ ઓછામાં ઓછી રકમની જરૂરીયાતોને પૂરી કરી શકે.

સંસદના બજેટ સત્રની શરૂઆત 17 તારીખથી થઈ ચુકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 5 જુલાઈએ મોદી કરકાર 2.0નુ પહેલુ પૂર્ણ બજેટ રજૂ કરશે. આ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સરકારની એક મોટી પરીક્ષા થશે કારણ કે ભારતીય અર્થવ્યવસ્થા 2018-19મા 5 વર્ષના નિચેના સ્તર પર આવી ગઈ છે, જીડીપીમાં માત્ર 6.8 ટકાનો વધારો થયો છે. આ વર્ષના બજેટમાં આગલા પાંચ વર્ષ માટે અર્થવ્યવસ્થાની એક દીશા નક્કી થઈ શકે છે.

બેંકોનુ સ્વાસ્થ્ય સુધારવા માટે સાર્વજનિક ક્ષેત્રમાં બેંકો માટે ફંડ ખુબ જ મહત્ત્વ ધરાવે છે. ફસાયેલા પૈસા, મોટા ડિફોલ્ડરોની બાબતે અને રોકડના સંકટ જેવા કેટલાંય સમસ્યાઓથી બેંક જજુમી રહી છે.

અત્યારે સરકારના નિયંત્રણ વાળા પાંચ બેન્કોને ભારતીય રિજર્વ બેંકના PCA મુજબ લવવામાં આવ્યા છે જેમાં તેને બેસલ 3 ધોરણ મુજબ એક ન્યૂનતમ નિયમનકારી મૂડી રેશિયોની જરૂરીયાત પડે છે. સરકારી બેંકોને પોતાના કર્જમાં વધારા માટે ફંડની જરૂરીયાત પડે છે.

નાણા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે થયેલી બેઠકમાં સાર્વજનિક બેંકોમાં પૂંજી પ્રવાહ અને એક અલગ બોન્ડ એક્સચેંજ બનાવવા જેવી બાબતો પર પમ ચર્ચા કરે છે.

છેલ્લાં નાણાકિય વર્ષ 2018-19 દરમિયાન સાર્વજનિક બેંકોમાં 1,06,000 કરોડ રૂપિયાની રકમ નાખી હતી, જો કે ગયા વર્ષની તુલનામાં વધારો હતો.

READ ALSO

Related posts

પાકિસ્તાનને ફફડાવી દેશે આ ઘાતક શસ્ત્ર, પીઓકેનો એક પણ હિસ્સો આની રેન્જમાંથી બાકાત નહીં રહે

pratik shah

કાયમ માટે બંધ થઈ આ બેંક, જો તમારા પણ પૈસા જમા હોય તો જલ્દી ઉપાડી લો !

Ankita Trada

5 વર્ષ બાદ પ્રથમવાર બીએસઈ શનિવારે ખૂલશે, આ દિવસે પણ શેરબજારમાં થશે ટ્રેડિંગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!