GSTV

Budget 2020: આ ગુજરાતીના નામે છે સૌથી વધુ વખત સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. મોદી સરકાર 2.0ના બજેટ બાબતે લોકોને ઘણી આશા છે. હાલમાં મંદીના માહોલમાં બજેટ જ દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવે તેવી આશા છે. હવે સીતારમણની પોટલીમાંથી શું નીકળે છે એતો આગામી દિવસો બતાવશે.

ભારતના બંધારણના આર્ટિકલ 112 અનુસાર, સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા બજેટમાં એક નાણાકીય વર્ષમાં થતાં ખર્ચના લેખા-જોખા હોય છે. આજે અમે તમને એવા નાણા પ્રધાન વિશે જણાવીશું જેના નામે સૌથી વધુ સામાન્ય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે.

1- સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણા પ્રધાન મોરારજી દેસાઇના નામે છે. તેમણે 2 વખત અંતિમ બજેટ પણ રજૂ કર્યુ જ્યારે કુલ 10 વખત સામાન્ય બજેટ રજૂ કર્યુ. મોરારજી દેસાઇએ 1959થી 1963 સુધી દર વર્ષે બજેટ રજૂ કર્યુ. તેમનો બીજો કાર્યકાળ 1967થી 1869 વચ્ચે હતો. તેમણે 1962-63 અને 1967-68 માટે બે વખત અંતિમ બજેટ રજૂ કર્યુ. 1964 અને 1968 બંને વખત લીપ યરમાં દેસાઇએ પોતાના જન્મ દિવસે એટલે કે 29 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યુ હતું.

2- પૂર્વ નાણા પ્રધાન પી ચિદંબરમના નામે 9 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. દેશમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પી ચિદંબરમના નામે છે.

pranab mukherjee

3- પ્રણવ મુખર્જી, યશવંત સિન્હા, યશવંતરાવ બલવંતરાવ ચૌહાણ અને સી ડી દેશમુખે 7-7 વાર સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. મહત્વની બાબત એ છે કે નાણા પ્રધાન યશવંત સિન્હાએ બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યાના બદલે સવારે 11 વાગ્યે કરી દીધો હતો.

4- પૂર્વ નાણા પ્રધાન મનમોહન સિંહ અને દેશના ચોથા નાણા પ્રધાન રહેલા ટીટી કૃષ્ણામચારીએ નાણા મંત્રી રહેતા 6 વખત સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ.

Arun Jaitley masood



5- 2014-18 વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલીએ કુલ 5 વાર સામાન્ય બજેટ રજૂ કર્યુ.


6- પૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટરમણ અને એચ એમ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન 3 વાર બજેટ રજૂ કર્યુ.


7- જસવંત સિંહ, વી પી સિંહ, સી સુબ્રમણ્યમ, જૉન મથાઇ અને આર.કે. શાનમુખમ ચેટ્ટીએ બે-બે વાર બજેટ રજૂ કર્યુ છે.


8- જવાહર લાલ નહેરૂ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, ચરણ સિંહ, એન ડી તિવારી, મધુ દંડવતે, એસબી ચૌહાણ અને સચિંદ્ર ચૌધરીએ પોતાના નાણા મંત્રી રહેવા દરમિયાન એક વાર સામાવ્ય બજેટ રજૂ કર્યુ. ઇંદિરા ગાંધી દેશના ઇતિહાસમાં નાણા મંત્રી રહેનારી પ્રથમ મહિલા હતી. હવે 2019માં નિર્મલા સીતારમણ દેશના બીજા મહિલા નાણા પ્રધાન બન્યાં છે.

Read Also

Related posts

ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Bansari

દિપીકા પાદુકોણનો સંકેત, શાહરુખ ખાન સાથે શરૂ કર્યુ આ ફિલ્મનું શૂટિંગ

Ankita Trada

ગુજરાતના ખેડૂત પુત્રની બાસ્કેટ બોલની નેશનલ ટીમમાં થઈ પસંદગી, ભારતીય ટીમમાંથી બહેરીન રમવા માટે જશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!