આજે રાજ્યની 6 મહાનગરપાલિકાઓ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની મહાપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે ત્યારે, જો જામનગરની વાત કરીએ તો જ્યાં એક તરફ સમગ્ર પરિણામ ભાજપ તરફી અને કોંગ્રેસના વિરોધમાં જઈ રહ્યું છે ત્યારે એક પક્ષ એવો પણ છે જે ધીરે ધીરે પોતાની જગ્યા બનાવી છે.

6 મનપાની કુલ 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ રહ્યો છે. હાલ, તો ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ છે. રાજ્યની તમામ 6 મહાનગરપાલિકામાં ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે, જામનગરથી ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસને હરાવીને વોર્ડ નંબર 6 પર માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના 3 ઉમેદવારો જીત્યા છે અને કુલ 5 ઉમેદવારોની જીત થઇ છે.
જામનગરના વોર્ડ નંબર 6 પર બહુજન સમાજવાદી પાર્ટીના ફુકરાન સેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચાનો વિજય થયો છે. આ સાથે ભાજપની પેનલમાંથી જયુબા ઝાલાનો વિજય થયો છે. આમ ભાજપ અને કોંગ્રેસને કચડીને બહુજન સમાજવાદી પાર્ટીના હાથીએ સવારી કાઢી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત
- મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો
- રાહતના સમાચાર: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 11500 રૂપિયા સસ્તુ થયું છે સોનું, ફટાફટ જાણી લો આજના ભાવ
- દેશના આ છે ટોપ ટેન હાઈવે : ગુજરાતના 3 હાઈવેનો આ યાદીમાં મોદી સરકારે કર્યો સમાવેશ, પ્રથમ નંબરે પણ છે ગુજરાત
- SBIની ફોર્મ્યુલા : મોદી સરકાર ધારે તો પેટ્રોલના ભાવમાં 17 અને ડીઝલમાં 13 રુપિયાનો થઈ શકે છે મોટો ઘટાડો, આપી આ સલાહ