એક બાજુ 2023માં રાજસ્થાન-કર્ણાટક સહિતના 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જ્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે જેના પગલે રાજકીય નિષ્ણાતો વિધાનસભાની ચૂંટણીને સેમિફાઈનલ ગણા રહ્યા છે ત્યારે બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ સહિતની તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે જે અંતર્ગત બહુજન સમાજવાદી પાર્ટી(BSP)એ પત્તા ખોલવાનું શરૂ કરી દીધું છે. આગામી લોકસભા ચૂંટણી માટે પંજાબમાં બસપા અકાળી દળ સાથે મળીને ચૂંટણી લડશે એટલે કે અકાળી દળ સાથે બસપાએ ગઠબંધન કર્યું છે જે આ અંગેની જાણકારી બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને આપી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ બસપાએ અકાળી દળ સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણીમાં બસપાએ 20 સીટો પર ઉમેદવારો જ્યારે શિરોમણી અકાલી દળે બાકીની 97 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં અકાળી દળ ગઠબંધનને 3 બેઠકો મળી હતી જોકે બસપા એક સીટ જીતી શકી હતી.
દિલ્હીમાં ગઠબંધન પર થઈ વાતચીત
હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી બસપાએ તૈયારીઓ તેજ કરી દીધી છે. બસપાના વડા માયાવતીએ ગઠબંધન અંગે સુખબીર બાદલ સાથેની વાતચીતની વિગતો આપી હતી. પ્રકાશ સિંહ બાદલના સ્વાસ્થ્ય લાભ માટે પણ શુભેચ્છા પાઠવી હતી. માયાવતીએ ટ્વીટ કર્યું- શિરોમણી અકાલી દળના વડા સુખવીર સિંહ બાદલ અને બહુજન સમાજ પાર્ટીના ટોચના નેતૃત્વએ આજે દિલ્હીમાં એક બેઠક યોજી હતી જેમાં પંજાબમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જૂના પરસ્પર જોડાણને મજબૂત કરવા અને વધુ સારા સંકલન વગેરેના સંદર્ભમાં ચર્ચા થઈ હતી.
READ ALSO
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ