GSTV
Home » News » રાજસ્થાનમાં BSPની બેઠકમાં થઈ મારા-મારી, માયાવતીએ ભંગ કરી આખા પ્રદેશની કારોબારી

રાજસ્થાનમાં BSPની બેઠકમાં થઈ મારા-મારી, માયાવતીએ ભંગ કરી આખા પ્રદેશની કારોબારી

બહુજન સમાજ પાર્ટીની મુખિયા માયાવતીએ સોમવાર એક મોટી કાર્યવાહી કરતાં રાજસ્થાનની આખી બીએસપી કાર્યકારિણીને ભંગ કરી દીધી. હાલમાં જ બીએસપીનાં છ ધારાસભ્યો પાર્ટી છોડીને કોંગ્રેસમા સામેલ થયા હતા. પાર્ટી બદલવાની મોટી ઘટના બાદ માયાવતીએ આખા પ્રદેશની કારોબારીને ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મુજબ પાર્ટીની સંપૂર્ણ રાજસ્થાન કારોબારીને ભંગ કરી દીધી છે. બીએસપી સુપ્રિમો તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનાં નિર્દેશાનુસાર રામજી ગૌતમ (નેશનલ કોઓર્ડિનેટર) અને મુનકાદ અલી (પૂર્વ રાજ્યસભા સાંસદ)ને રાજસ્થાનમાં બસપાના કાર્યને જોતા નિયુક્ત કર્યા છે.

BSP નેતાઓ વચ્ચે થઈ મારામારી

બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા બાદ બોલાવવામાં આવેલી કારોબારી બેઠકમાં પાર્ટીના નેતાઓ વચ્ચે જોરદાર મારામારી જોવા મળી હતી. તે પછી, બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીની સંપૂર્ણ કારોબારીનો ભંગ કર્યો છે.

mayawati bsp

રાજસ્થાન BSPમાં ઘમાસાણ

રાજસ્થાનમાં બસપાના 6 ધારાસભ્યો પક્ષ છોડવાના આંચકા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં બસપાના 6 ધારાસભ્યોએ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જવાનો નિર્ણય લીધો હતો. રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે બસપાના 6 ધારાસભ્યોએ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સાથે વાત કર્યા પછી આ નિર્ણય લીધો છે. બસપાના ધારાસભ્યોએ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી. જોશીને મળીને પાર્ટી છોડવા અંગે પત્ર રજૂ કર્યો હતો.

READ ALSO

Related posts

અયોધ્યા કેસના ચુકાદા પહેલાં યુપી સરકારની તૈયારી, પોલીસ અધિકારીઓની રજા આ તારીખ સુધી રદ્દ

Bansari

‘હિંદુ પક્ષકારે કુરાનના આધારે કરેલી દલીલો આધારહીન’ સુપ્રીમમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનની તીખી દલીલો

Bansari

બેન્કોની કથળેલી સ્થિતિ માટે ભાજપના નાણામંત્રીએ આ 2 અર્થશાસ્ત્રીઓને ઠેરવ્યા જવાબદાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!