GSTV
Home » News » UPની બહાર બસપાનાં વળતા પાણી, NOTA કરતા પણ ઓછા મતો મળતા ડિપોઝીટ ડુલ

UPની બહાર બસપાનાં વળતા પાણી, NOTA કરતા પણ ઓછા મતો મળતા ડિપોઝીટ ડુલ

રાષ્ટ્રીય પાર્ટી તરીકેની પોતાની ઓળખ બચાવવા માટે બહુજન સમાજ પાર્ટીએ સમગ્ર દેશમાં ચૂંટણી લડી હતી. જો કે આ વખતે બસપને રાષ્ટ્રીય સ્તરની પાર્ટી તરીકે મોટો ઝટકો લાગ્યો છે. યુપી સિવાય મોટા ભાગનાં રાજ્યોમાં બસપા પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યું નથી. વાત માત્ર આટલેથી અટકતી નથી. પરંતુ બસપાને મળેલા મતો કરતા નોટાને વધુ મતો મળ્યા હતાં. જો કે પંજાબ અને મધ્યપ્રદેશની અમુક બેઠકો પર બસપાએ સારૂ પ્રદર્શન કર્યુ હતું. બસપા પ્રમુખ માયાવતીએ દક્ષિણ ભારત સહિત તમામ રાજ્યોમાં જોરદાર પ્રચાર કર્યો હતો.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બસપાએ કોંગ્રેસ સરકારને સમર્થન આપી રહિ છે. તેવામાં સત્તાધારી પાર્ટી હોવાને કારણે અંદાજો લગાવી શકાય છે કે સારા કામને કારણે ચૂંટણીમાં તેઓ સારો દેખાવ કરી શક્યા છે.બસપાએ રાજસ્થાનની 20 લોકસભા બેઠકો પર ચૂંટણી હતી. જો કે કમનસીબે તમામ સીટો પર ડિપોઝીટ ડુલ થઇ છે. આ 20 સીટોમાંથી 10 સીટો એવી છે.જેમાં બસપા કરતા નોટાને વધાર મતો મળ્યા છે.

BSP president Mayawati

આવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. જો કે અહિં પણ બસપાનાં વધારે પડતા ઉમેદવારોએ પોતાી ડિપોઝીટ ગુમાવવી પડી છે.જમ્મુ-કાશ્મીરમાં બસપાએ જમ્મુ અને ઉધમપુર બન્ને સીટ પરથી પોતાનાં ઉમદવારો ઉભા રાખ્યા હતા. જો કે બન્ને સીટ પર બહુજન સમાજ પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઇ છે.

કાશ્મીરમાં પણ ડિપોઝીટ ઓગળી ગઇ

જમ્મુ લોકસભા બેઠક પર બસપાને 14 હજાર અને ઉઝમપુર સીટ પર બસપાને 16 હજાર મતો મળ્યો હતાં. બિહારમાં તમામ સીટો પર પાર્ટીની ડિપોઝીટ ડુલ થઇ છે.હિમાચલ પ્રદેશની ચારેય લોકસભા સીટો પર મંડિ લોકસભા બેઠકને છોડીને તમામ સીટો પર બસપા કરતા વધારે મતો નોટાને મળ્યા છે. કર્ણાટક અને તમિલનાડુ સહિત કેરળમાં પણ બસપાની ડિપોઝીટ જપ્ત થઇ છે.

પંજાબની ત્રણ બેઠકો પર સારૂ પ્રદર્શન

બસપાને સૌથી મોટી સપળતા ઉત્તર પ્રદેશમાં મળી છે. જો કે યુપી બાદ પાર્ટીએ પંજાબની ત્રણ બેઠકો પર સારી ટક્કર આપી હતી. બસપા સંસ્થાપક કાશીરામનાં ગૃહ રાજ્ય પંજાબનાં આનંદપુર સાહિબ લોકસભા બેઠક પર બસપાને દોઢ લાખ મતો મળ્યા છે. કુલ થયેલા મતદાનનાં અંદાજીત 14 ટકા મતો બસપાને મળ્યા છે. આવી જ રીતે બસપાએ હોશિયારપુરમાં પણ સવા લાખ કરતા વધારે મતો મેળવીને 13 ટકા વોટોમાં ગાબડું પાડ્યું હતું.

બહુજન સમાજ પાર્ટીને સૌથી વધુ ફાયદો પંજાબની જાલંધર લોકસભા સીટ પર થયો હતો. અહિં બસપાએ 20 ટકા મતો મેળવીને ત્રીજા નંબર પર રહ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ બસપાએ જે સીટ પર ચૂંટણી લડી હતી ત્યાં ડિપોઝીટ ડુલ થઇ ગઇ હતી. જ્યારે મુબઇ શહેરની સાતમાંથી 6 લોકસભા સીટ પર ચૂંટણી લડનારી બસપાની ડિપોઝીટ તો ગઇ,પરંતુ તે સાથે સાથે નોટા કરતા પણ ઓછા મળ્યા હતાં.

READ ALSO

Related posts

કોરોના વાયરસની ઝપટમાં આવ્યું ચિકન માર્કેટ, છેલ્લા એક મહિનામાં 70 ટકા સસ્તૂ થયું ચિકન

Pravin Makwana

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનો પલટવાર, અમને રાજધર્મ ન શીખવે કોંગ્રેસ

Nilesh Jethva

ચૂંટણી જીતાડવામાં માહેર પ્રશાંત કિશોર પર ભાષણની કૉપી કરવાના આરોપમાં FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!