GSTV
Home » News » બસપા અધ્યક્ષા માયાવતીનું રાજ્યસભામાં રાજીનામું મંજૂર

બસપા અધ્યક્ષા માયાવતીનું રાજ્યસભામાં રાજીનામું મંજૂર

દલિતોના મુદ્દા પર રાજ્યસભામાં બોલવા ન દેવાથી નારાજ થયેલા બસપાના અધ્યક્ષતા માયાવતીનું રાજીનામું મંજૂર કરાયું છે. જો કે, રાજ્યસભાના ચેરમેનને માયાવતીએ બીજી વખત યોગ્ય ફોરર્મેટમાં પોતાનું રાજીનામું લખીને આપવું પડ્યું હતું.

બસપા અધ્યક્ષા માયાવતીએ રાજ્યસભાના સભ્ય પદેથી આપેલું રાજીનામુ મંજૂર કરવામાં આવ્યું છે. માયાવતીએ ઉપરાષ્ટ્રપતિને મળી નિયમ મુજબ એક લાઈનનું રાજીનામુ આપ્યું હતુ. જેને સ્વીકારવામાં આવ્યું છે.. આ અગાઉ માયાવતીએ ત્રણ પાનાનું રાજીનામુ આપતા તે નામંજૂર થયું હતુ. મંગળવારે રાજ્યસભામાં સહારનપુર હિંસા મામલે બોલવા માટે ફક્ત ત્રણ મિનિટ મળતા નારાજ માયાવતીએ રાજીનામુ આપ્યું હતુ. બુધવારે રાજ્યસભાના સભાપતિ પીજે કુરિયને માયાવતીને રાજીનામુ પાછું ખેંચવાની અપીલ કરી હતી. પરંતુ માયાવતી માન્યા ન હતા.

Related posts

તો આ રીતે વારાણસી બન્યું મોદીમય, ‘હર હર મહાદેવના’ નાદથી ગુંજી ઉઠ્યું કાશી

Mansi Patel

‘મોદીમય વારાણસી’ મોદીનું કાશીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, જનતાએ લગાવ્યા મોદી મોદીના નારા…

Mayur

લડાઈ ભલે લાંબી હોય અમે પાછળ હટશું નહીં, સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને પત્ર લખ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!