GSTV
Home » News » તો હું હિંદુ ધર્મ છોડી દઈશ : માયાવતી

તો હું હિંદુ ધર્મ છોડી દઈશ : માયાવતી

બીએસપીના અધ્યક્ષ માયાવતીએ યુપીના આઝમગઢમાં એક રેલીને સંબોધિત કરતા હિંદુ ધર્મ છોડવાની ચેતવણી આપી છે. માયવાતીએ કહ્યું છે કે, જો હિંદુ ધર્માચાર્યો નહીં સુધરે તો તો યોગ્ય સમયે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જેમ તેઓ પણ બૌદ્ધ ધર્મ અપનાવી લેશે.

આઝમગઢના કાર્યકર્તાઓને સંબોધિત કરતા બીએસપી પ્રમુખ માયાવતીએ કહ્યું કે, બાબાસાહેબે 1935માં કહ્યું છે કે તેઓ હિંદુ પેદા થયા તે તેમના વશની વાત ન હતી. પરંતુ તે આ ધર્મમાં નહીં મરે. બાબા સાહેબે હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને કારણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ ઘટના બાદ પણ હિંદુ ધર્માચાર્યો હજી સુધી સુધર્યા નથી. તેને કારણે તેઓ આગામી સમયે પણ બૌદ્ધ ધર્મ અપનાવે તેવી શક્યતા છે. માયાવતીએ કહ્યું કે આજે દેશમાં ધર્મના નામે ભયનો માહોલ છે. ખાસ કરીને મુસ્લિમોમાં ભાજપ અને આરએસએસને કારણે દહેશતનો માહોલ વધી રહ્યો છે. બીએસપી સુપ્રીમોએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ક્હ્યું છે કે ભાજપ હિંદુત્વના એજન્ડા પ્રમાણે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ગયું છે. ભાજપ હિંદુઓને ભ્રમિત કરવા માટે રામમંદિરનો રાગ આલાપવાની તૈયારી કરી રહ્યું છે.

માયાવતીનું કહેવું છે કે, રામમંદિર બનાવવાથી અથવા ભગવાનને ચઢાવો ચઢાવવાથી તમારા જ ખિસ્સા ઢીલા થશે. તેમણે કહ્યું છે કે જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે. દેશમાં આરએસએસની મૂડીવાદી યોજનાને લાગુ કરવાની સાથે કોમવાદી વિચારો પણ થોપી રહી છે. ભાજપના લોકોએ 2014માં થયેલી ચૂંટણીમાં ઈવીએમમાં ગડબડ કરીને આઘાત પહોંચાડવામાં આવ્યો છે. આનાથી બીએસપીને પણ અસર પડી છે. 2014માં કોંગ્રેસની જનવિરોધી નીતિઓને કારણે દેશભરમાં ગુસ્સો હતો.

માયાવતીએ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, હાલની સરકાર ખાનગી ક્ષેત્રમાં અનામતની વ્યવસ્થા કર્યા વગર જ મુખ્ય વિભાગોનું ખાનગીકરણ કરી રહી છે. આમ કરીને સરકાર અનામતને હટાવી રહી હોવાનો આરોપ પણ માયાવતીએ આઝમગઢની રેલીમાં મૂક્યો છે. માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ આંબેડકરે 1951માં જવાહરલાલ નહેરુના વલણથી નાખુશ થઈને કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

માયાવતીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, સહારનપુરમાં ભીમરાવ જયંતી વખતે સરઘસમાં હિંસા કરાવાઈ હતી. માયાવતીએ તેમની હત્યાના ષડયંત્ર હેઠળ સહારનપુર ખાતે હિંસા કરાવાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપની માનસિકતા દલિતોની સાથે નેતાઓને પણ ખતમ કરવાની હતી. પરંતુ ભાજપનો ગેમપ્લાન તેમણે ઉંધો પાડયો છે. દલિતોને પોતાના બનાવવા માટે ભાજપે દલિતને રાષ્ટ્રપતિ બનાવ્યા હોવાનો દાવો પણ માયાવતીએ મહાસંમેલનમાં પોતાના સંબોધનમાં કર્યો છે. તેમણે કહ્યુ છે કે દલિતો આજે જે સ્થાન પર છે. તે બાબાસાહેબ આંબેડકરની દેણ છે. રાજ્યસભામાં સહારનપુર ઘટના પર રજૂઆત નહીં કરવા દેવામાં આવતા તેમણે ગૃહમાંથી રાજીનામું આપ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Related posts

1 ડિસેમ્બરથી અમલી બનશે ફાસ્ટટેગ, નહીં તો ભરવો પડશે બે ગણો ટોલટેક્સ

Arohi

મામા-ભાણિયા વિખવાદ- ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!