GSTV
Home » News » લોકસભા ચૂંટણીને લઈ બસપા સુપ્રીમો માયાવતીનું આ મહત્વનું એલાન

લોકસભા ચૂંટણીને લઈ બસપા સુપ્રીમો માયાવતીનું આ મહત્વનું એલાન

mayawati news

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમના નિર્ણયને સ્વીકારે તેવી આશા વ્યક્ત કરી છે.

બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે પોતે લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. તેમણે સપા-બસપાનું ગઠબંધન રાજ્યની વધારેમાં વધારે બેઠક પર વિજયી બને તેને પોતાની જીત કરતા અનેક ગણું મહત્વનું બતાવીને આ નિર્ણય લીધો છે. તેમણે આ ચૂંટણીમાં પ્રદેશની એક-એક લોકસભા બેઠક જીતવી તે લક્ષ્ય હોવાનું જણાવીને પાર્ટીના કાર્યકર્તાઓ તેમના નિર્ણયને આવકારે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. 

માયાવતીએ જણાવ્યું કે પોતે કોઈ પણ સમયે ચૂંટાઈને સાંસદ બની શકે છે પંરતુ ગઠબંધનની સફળતા વધારે અગત્યની હોવાથી તેઓ ચૂંટણી નહીં લડે. જો કે તેમણે પક્ષ માટે દેશભરમાં પ્રચાર કરવાની ખાતરી આપી છે. તેમના મતે ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે ઉત્તર પ્રદેશમાં બસપાએ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન સાધ્યું છે. માટે આ ગઠબંધનને સહેજ પણ નુકસાન ન પહોંચે તે મહત્વનું છે. સાથે જ તેમણે ચૂંટણી બાદ ઈચ્છે તો જે ગમે તે બેઠકને ખાલી કરાવીને સાંસદ બની શકે છે તેમ કહ્યું. 

ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પૈકીની ૩૮ પરથી બસપા, ૩૭ પરથી સપા અને ત્રણ પરથી રાલોદ ચૂંટણી લડશે. આ ગઠબંધને અમેઠી અને રાયબરેલીની બેઠક કોંગ્રેસ માટે છોડી છે. તેના સામે કોંગ્રેસે રાજ્યની સાત બેઠકો પર ગઠબંધન વિરુદ્ધ પોતાનો ઉમેદવાર ઉભો ન રાખવાનો નિર્ણય લીધો છે. 

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah