સરકારી ટેલિકોમ કંપની BSNLને રિપબ્લિક ડેના અવસર પર ગ્રાહકોને મોટી ભેટ આપી છે. BSNLએ બે લોન્ગ ટર્મ પ્લાન્સની વેલેડિટી વધારી દીધી છે. ત્યાર પછી લોન્ગ ટર્મમાં વધુ વેલેડિટી આપવાના મામલામાં BSNLએ એરટેલ, જીઓ અને વીઆઈને પાછળ મૂકી દીધું છે. BSNLએ એક વર્ષની મર્યાદા વાળા આ પ્લાન્સ સાથે યુઝર્સને 72 દિવસની વધુ વેલિડિટી આપી રહ્યા છે. આ એક લિમિટેડ પિરિયડ ઓફર છે અને 31 જાન્યુઆરી પછી આ એક્સપાયર થઇ જશે.
2,399 રૂપિયા વાળા પ્લાનમાં હવે મળશે 72 દિવસ વધુ વેલિડિટી

BSNLએ 2,399 રૂપિયા વાળા લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે. ટેલ્કોના આ પ્લાન સાથે હાલ 365 દિવસની વેલેડિટી મળી રહી છે. કંપની 72માં રિપબ્લિક દિવસના અવસર પર પ્લાન સાથે એડિશનલ 72 દિવસ વધુ આપ્યા છે. એટલે 2,399 વાળા પ્લેનમાં 437 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ થશે. આ એડિશનલ 72 દિવસની વેલિડિટી પ્રમોશનલ ઓફર હેઠળ આપવામાં આવી રહ્યા છે. આ ઓફર 31 માર્ચ 2021 સુધી વેલીડ રહશે. આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર વગર FUP અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે. એટલે રોજ 250 મિનિટ વાળી લિમિટ હટાવી દેવામાં આવી છે. એની સાથે આ પ્લાનમાં યુઝર્સને 3 જીબી ઇન્ટરનેટ ડેટા ડેઇલી મળશે. ત્યાં જ રોજ 100 SMS પણ યુઝર્સને આપવામાં આવશે. આ પ્લાન સાથે BSNL 1 વર્ષ માટે EROS Nowનું સબસ્ક્રિપ્શન ફ્રી આપી રહ્યું છે.
1,999 રૂપિયા વાળા પ્લાનમાં વધી 21 દિવસની વેલિડિટી

1,999 રૂપિયા વાળા પ્લાનમાં વધી 21 દિવસની વેલિડિટી વધારી દીધી છે. એટલે હવે જો તમે આ પ્લાનને ખરીદશો તો તમને 386 દિવસની વેલિડિટી મળશે.BSNLના 1,999 વાળા પ્રીપેડ પેકમાં 3GB ડેટા, અનલિમિટેડ કોલ અને રોજ 100SMS મળે છે. આ પ્લાનમાં BSNL ટયુન્સનું પણ એક્સેસ આપવામાં આવે છે. સાથે જ આ પ્લાનને ખરીદવા વાળા ગ્રાહકો બે મહિના માટે લોકધૂન કન્ટેન્ટ અને 365 દિવસ માટે Eros Nowનું સબ્સ્ક્રિપશન મેળવી શકો છો.
Read Also
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય