GSTV

BSNLનો Work From Home પ્રીપેડ પ્લાન જોયો? મળી રહ્યો છે 251 રૂપિયામાં 70GB ડેટા

Last Updated on December 19, 2020 by Mansi Patel

BSNLએ ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે ‘Work From Home’ પ્રીપેડ STV લોન્ચ કર્યુ હતુ. કોરોના વાયરસ રોગચાળાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં ડેટા વપરાશમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, ખાનગી કંપનીઓએ ડેટા-ઓન્લી પ્લાન્સ ખતમ કરી દીધા હતા. અને પ્રીપેડ પ્લાન્સમાં દૈનિક ડેટા લાભો મળી રહ્યા હતા. પરંતુ હવે ‘વર્ક ફ્રોમ હોમ’ કેટેગરીમાં, કંપનીઓએ ફરી એક વાર ડેટા પ્લાન રજૂ કર્યા. એરટેલ, જિઓ અને વોડાફોન આઇડિયા સિવાય બીએસએનએલે પણ રૂ.56, 151 અને 251 રૂપિયાના ડેટા પેક લોન્ચ કર્યા છે. જાણો બીએસએનએલના આ પ્લાન્સમાં શું ખાસ છે, જાણો …

bsnl

BSNLનો વર્ક ફ્રોમ હોમ પ્લાન

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ઘરેથી કામ કરતા યુઝર્સ માટે ત્રણ પ્રીપેઇડ STV લોન્ચ કર્યા. જો કે, આ ત્રણ પેકમાં ફક્ત ડેટા જ ઉપલબ્ધ છે અને તેમાં વોઇસ કોલિંગ અને એસએમએસના લાભો નથી. વાત કરીએ 56 રૂપિયાના એસટીવીની તો તેમાં કુલ 10 જીબી ડેટા મળે છે. આ પેકની માન્યતા 10 દિવસની છે.

તો 251 રૂપિયાનાં STVમાં 40GB ડેટા અને 251 રૂપિયાના STVમાં 70GB ડેટા મળે છે. 151 રૂપિયા અને 251 રૂપિયાના પ્રિપેઇડ STVની વેલિડિટી 28 દિવસની છે. નોંધનીય છે કે સરકારની ટેલિકોમ કંપનીએ આ ‘વર્ક ફ્રોમ હોમ’ STV સાથે ઝિંગ મ્યુઝિક એપ્લિકેશનના સબ્સ્ક્રિપ્શનની પણ જાહેરાત કરી છે.

એરટેલ, જિયો અને Vi STVની તુલના કરીએ, રિલાયન્સ જિયો 151 રૂપિયા, 201 અને 251 રૂપિયામાં વર્ક ફ્રોમ હોમ પ્લાન ઓફર કરે છે. આ પેક્સમાં અનુક્રમે 30 જીબી, 40 જીબી અને 50 જીબી ડેટા મળે છે. તો, એરટેલ પાસે 251 રૂપિયાનું પ્રીપેડ ડેટા પેક છે જેમાં 50 જીબી ડેટા લાભ ઉપલબ્ધ છે. બીજી બાજુ, Vi પાસે પણ રૂ.351નો પ્રીપેડ પ્લાન છે જે 100GB ડેટા ઓફર કરે છે.

નોંધનીય છે કે બીએસએનએલનો 251 રૂપિયાનો પ્લાન જિઓ, એરટેલ અને વોડાફોન આઇડિયા કરતાં વધુ ડેટા સાથે આવે છે. બીએસએનએલ પાસે કેરળ અને અન્ય વર્તુળોમાં 4જી નેટવર્ક છે.

READ ALSO

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!