GSTV

BSNL એ ગ્રાહકોને આપી મોટી ભેટ, આ સ્પેશિયલ પ્લાનની સમયર્યાદા ડિસેમ્બર સુધી વધારાઈ

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. Covid-19 મહામારીને ધ્યાનમાં રાખતા BSNL એ પોતાના વર્ક એટ હોમ બ્રોડબેન્ડ પ્લાન વેલિડિટીને ડિસેમ્બર સુધી વધારી દીધી છે. આ પ્લાનનો સમયગાળો વધારવાનો લાભ ઘરેથી કામ કરી રહેલા યૂઝર્સને પણ મળશે.

સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહી

કંપનીના નોટિફિકેશન પ્રમાણે, વર્ક એટ હોમ પ્રમોશનલ બ્રોડબેન્ડ પ્લાનને અંદમાન નિકોબારને છોડી બધા સર્કિલમાં 8 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યુ છે. તે સિવાય કંપની દ્વારા કોઈ ઈંસ્ટોલેશન અથવા સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહી, પરંતુ યૂઝરની પાસે પોતાનું modem હોવુ જોઈએ.

90 દિવસ માટે શરૂ કરવામાં આવ્યો હતો આ પ્લાન

કોરોના મહામારીના કારણે ઘરેથી કામ કરી રહેલા યૂઝર્સની મદદની ર્દષ્ટીએ BSNLએ 90 દિવસ માટે આ પ્લાન શરૂ કર્યો હતો. તેની ઉપયોગિતા અને ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી BSNL એ આ પ્લાનને હવે ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

5GB ડેટા આપવામાં આવ્યો

આ પ્લાનની હેઠ ગ્રાહકોને દરરોજ 100mbps ડાઉનલોડિંગ સ્પીડની સાથે 5GB ડેટા આપવામાં આવ્યો છે. આ ડેટાની વપરાશ બાદ ઇન્ટરનેટની સ્પીડ ઘડીને 1Mbps રહી જાય છે. BSNLએ 300 GB પ્લાન (CS337)ને પણ સિક્કિમ, કોલકાતા અને પશ્ચિમ બંગાળના સર્કલ માટે ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવશે. 499 રૂપિયાવાળા આ પ્લાનમાં 300 GB ડેટા સુધી 40MBPS સ્પીડ મળશે. આ મર્યાદા પૂર્ણ થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ 1MBPS થશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કોલ કરી શકાશે. આ યોજના 12 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!