ગજબ! હવે મોબાઇલ નેટવર્ક વિના કરો કૉલ, આ ટેલિકોમ કંપનીએ શરૂ કરી સેવા

રિલાયન્સ જિયોના આવ્યાં બાદ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ માર્કેટમાં ટકી રહેવા માટે નવી નવી સર્વિસ શરૂ કરી રહી છે. તેવામાં ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા ખરાબ નેટવર્ક કનેક્ટિવીટી વાળા વિસ્તારો માટે Wings Application લૉન્ચ કરવામાં આવી છે.

Wings App એવા વિસ્તારો પર પણ કૉલિંગની સુવિધા આપશે જ્યાં મોબાઇલ નેટવર્ક પહોંચી નથી શકતાં. બેઝમેન્ટ અથવા મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ્સમાં આ સમસ્યા સામાન્ય છે. તેવામાં ફક્ત ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે અને યુઝર્સ પોતાના ફોનથી કૉલ કરી શકશે. તેનો લાભ લેવા માટે યુઝર્સ કોઇપણ 2G,3G,4G સેલ્યુલર નેટવર્ક ઉપરાંત WiFiનો ઉપયોગ કરી શકે છે.

આ એપ યુઝ કરવા માટે તમારે બીએસએનએલની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. યુઝર્સ આઇડેન્ટીટી પ્રૂફ સહિત પોતાનું સરનામુ અને ફોટ આપીને આ સેવા માટે રજીસ્ટર કરી શકે છે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ યુઝર્સને એક પિન મોકલવામાં આવશે. યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી વિંગ્સ એપ ડાઉનલોડ કરવી પડશે અને ઇન્સ્ટોલ કર્યા બાદ આ પિનને એન્ટર કરવાનો રહેશે.

આ રીતે શરૂ કરો BSNL VoIP સર્વિસ

સૌપ્રથમ તમારે પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરવી પડશે. તે બાદ તમારે 1,099 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ તમારા ફોન પર વિંગ્સ એપ એક વર્ષ માટે એક્ટિવેટ થઇ જશે. આ એપ ઉપરાંત યુઝર્સને એસઆઇપી (Session Initiation Protocol)પણ ડાઉનલોડ કરવાનું રહેશે. જે બાદ યુઝર્સને 10 ડીજીટનું એક સબસ્ક્રીપ્શન આઇડી અલોટ કરવામાં આવશે અને રજીસ્ટર્ડ મેલ-આઇડી પર 16 ડીજીટનો પિન મોકલવામાં આવશે. આ પિનને એન્ટર કર્યા બાદ યુઝર્સ Wings Appની સર્વિસનો લાભ લઇ શકશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter