GSTV

એક વર્ષમાં 4G સર્વિસ આપશે BSNL, અપગ્રેડ કરશે 60 હજાર ટાવર

છેલ્લા ઘણા વર્ષોથી ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ખોટમાં ચાલી રહી છે. જોકે હવે BSBL તેની સ્થિતિમાં સુધારો કરવા આગામી 2020માં 4G સેવા લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે કહ્યું કે, આ વર્ષના અંતે સરકાર કંપનીને 4જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે બીએસએનએલ પોતાની 4જી સર્વિસિસ આ નાણાકીય વર્ષમાં જ શરૂ કરી દેશે. અમે આશા કરી રહ્યા છીએ કે આ કેલેન્ડર વર્ષના અંત સુધી 4જી સ્પેક્ટ્રમ પણ બીએસએનએલને અલોટ કરી દેવામાં આવશે.

BSNL યૂઝર્સને શ્રેષ્ઠ સર્વિસ આપશે BSNL


આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પોતાના યૂઝર્સ માટે 4જી સર્વિસિસ રોલ આઉટ કરી શકે છે. માર્ચ, 2020 સુધી કંપની યૂઝર્સને શ્રેષ્ઠ સર્વિસ આપશે, આ વાત BSNLના CMD પીકે પુરવારે કહી છે. ઈન્ડિયન ટેલિકોમ માર્કેટમાં જ્યાં અન્ય પ્રાઈવેટ કંપનીઓ ડેટા સર્વિસિસની મદદથી અઢળક રેવેન્યુ એકત્ર કરી રહી છે. બીએસએનએલ પાસે 4જી સ્પેક્ટ્રમ ન હોવાને કારણે નબળી સ્થિતિમાં પહોંચી ગઈ છે અને તેનો યૂઝરબેઝ પણ તેજીથી ઘટ્યો છે.

બીએસએનએલ 2009 પછીથી જ ખોટમાં ચાલી રહી છે અને 2018-19માં કંપનીને 14000 કરોડથી વધુનું નુકશાન થયું છે. ઓક્ટોબરની શરૂઆતમાં જ સામે આવ્યું હતું કે, કંપનીને ફરીથી મજબૂત સ્થિતિમાં લાવવાની રણનીતિ પર કામ થઈ રહ્યું છે.


કર્મચારીઓને દિવાળી પહેલા પગાર આપી દેવાશે

આ પ્લાનમાં શ્રેષ્ઠ પેકેજ આપવાનું પણ સામેલ છે, વોલેંટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS), 4જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવું અને બીએસએનએલ સાથે વર્તમાન અસેટ્સનું મોનેટાઈઝેશન કરવાનું પણ આનો ભાગ છે. આ પ્લાનની પ્રગતિ અંગે પુરવારે કહ્યું કે, લગભગ એક સપ્તાહમાં જ સમગ્ર પ્લાન તૈયાર થઈ જશે અને સામે આવશે.

કંપની પોતાના કર્મચારીઓને વેતનની ચૂકવણી નથી કરી રહી, જેના પર સીએમડી બોલ્યા કે, તેમને દિવાળી પહેલા જ સેલેરી આપી દેવામાં આવશે. પુરવારે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે ટેલિકોમ સેક્ટર એક પડકાર ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તમામ ઓપરેટર યૂઝર્સ પાસેથી અત્યંત ઓછા અમાઉન્ટ લેવાને કારણે નાણાકીય દ્રષ્ટીએ પડકારની સ્થિતિમાં છે. ઉપરથી બીએસએનએલ સાથે કોઈ જુના મામલા સાથે જોડાયેલ મોટી સંખ્યામાં વર્ક-ફોર્સ પણ છે. આનું નિવારણ રિવાઈવલ પેકેજ દ્રારા કરવામાં આવશે. અમને આશા છે કે, આગામી અમુક સપ્તાહમાં આ પેકેજને પબ્લિક કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ખોટમાં ચાલી રહેલી બીએસએનએલએ 4જી સ્પેક્ટ્રમ ફાળવણી અંગે 2015માં સરકારને અરજી કરી હતી અને વીઆરએસ પેકેજ બાબતે મંજૂરી માંગી હતી જે 2009થી લંબિત છે.

Read Also

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!