GSTV
Gujarat Government Advertisement

ખરેખર! આ કંપની કોલ કરવાના સામેથી આપશે રૂપિયા, 5 મિનિટ ઉપર કોલ ચાલ્યો તો થઈ જશો માલામાલ

Last Updated on November 2, 2019 by

રિલાયન્સ જીયોએ હાલમાં જ IUCના નામ પર પોતાના યુઝર્સ પાસેથી નોન જીયો કોલિંગના પૈસા લેવાનું શરૂ કર્યું છે. પરંતુ ભારતની સરકારી ટેલીકોમ કંપની BSNLએ તેનાથી ઉંધું કર્યું છે. કંપનીએ એલાન કર્યું છે કે કંપની કોલિંગના પૈસા આપશે.

પાંચ મિનિટ સુધી કોલ ચોલ્યો તો મળશે આટલા પૈસા

બીએસએનએલના આ નવા ઓફર હેઠળ 5 મિનિટથી વધુ કોલ કરવા પર યુઝર્સના એકાઉન્ટમાં 6 પૈસા વધી જશે. BSNL હાલમાં ફળચામાં ચાલી રહી છે અને કર્મચારીઓની છટણી પણ થઈ રહી છે. ઘણી વખત એવી પણ વાત સામે આવી છે કે કંપનીનું મર્જર થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.

ગ્રાહકને એન્ગેજ કરવા ઈચ્છે છે કંપની

BSNLના Director CFA Vivek Banazlએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે, ‘ડિજીટલ એક્સપેરિઅન્સના જમાનામા જ્યાં કસ્ટમર્સ પોતાના વોઈસ અને ડેટા માટે ક્વોલિટી સર્વિસ ઈચ્છે છે, અમે અમારા કસ્ટમર્સને અપગ્રેડેડ નેક્સ્ટ જનરેશ નેટવર્ક દ્વારા એન્ગેજ કરવા ઈચ્છીએ છીએ. જેથી તેમને સારો એક્સપીરિયન્સ મળી શકે.’

આ ગ્રાહકો માટે છે ઓફર

BSNLએ કહ્યું છે કે આ 6 પૈસાનું કેશબેક ઓફર દેશના દરેક BSNL વાયરલાઈન, FTTH અને બ્રોડબેન્ડ કસ્ટમર્સ માટે છે. BSNLના આ નવા એલાનથી તેને યુઝરબેસમાં કોઈ ફરક પડશે કે નહીં, તે તો સમય આવે જ ખબર પડશે. પરંતુ તેનાથી જીયો યુઝર્સને નારાજગી જરૂરથી થઈ શકે છે. કારણ કે હવે યુઝર્સને નોન જીયો કોલિંગ માટે પૈસા આપવા પડશે. 

JIOમાં હલચલ

પાછલા અમુક સમયથી રિલાયન્સ Jioમાં એક પ્રકારની હલચલ છે. કંપની સતત એ ઈચ્છી રહી છે કે TRAI IUCને ફ્રી એટલે કે ઝીરો કરી દેવામાં આવે જેથી કંપની ફરી એક વખત યુઝર્સને ફ્રી કોલની સર્વિસ આપી શકે. વોડાફોન અને એરટેલની કહાણી અલગ છે આ બન્ને કંપનીઓ ઈચ્છે છે કે IUCને વધુ વધારી દેવામાં આવે જેથી ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં પાછલા અમુક વર્ષોથી જે નુકશાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવી શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Bank Holidays/ આજથી સતત ત્રણ દિવસ બેન્ક બંધ, જવા પહેલા ચેક કરી લો આખી લિસ્ટ

Damini Patel

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!