GSTV

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના 499 રૂપિયાવાળા FTTH બ્રોન્ડબેન્ડ પ્લાનને અપગ્રેડ કરી દીધી છે. 499 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનને જુલાઈ 2020માં આવેલી ભારત ફાયબર સર્વિસ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. આ પ્લાન કોલકાતા, રાજસ્થાન, સિક્કિમ, પશ્વિમ બંગાળ, કેરલ, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર સિવાય દેશભરના બધા સર્કિલ્સમાં ઉપલબ્ધ છે.

100GB CUL નામથી ઓફર કરવામા આવે છે

BSNLના 499 રૂપિયાવાળા સ્ટાન્ડર્ડ પ્લાનમાં 100GB ડેટા 20Mbps ની સ્પીડથી મળે છે. 100GB લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 2Mbps રહી જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ SD અને લોકોલ કોલ્સ બધા નેટવર્ક પર મફત છે. આ પ્લાનને 100GB CUL નામથી ઓફર કરવામા આવે છે. પ્લાનને હવે પ્રમોશનલ પીરિયડ માટે કેટલીક સર્કિલ્સમાં એક્સટેન્ડ પર દેવામાં આવી છે. તો આવ જાણીએ આ એક્સટેંડેડ પ્લાન વિશે વિસ્તારથી

સ્પીડ ઘટીને 2Mbps રહી જાય છે

BSL ના અપગ્રેડેડ 499 રૂપિયાવાળા પ્લાનમાં 200GB સુધી ડેટા 20Mbps સ્પડથી વપરાશ કરી શકે છે. આ લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 2Mbps રહી જાય છે. પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એલટીડી મિનિટ મળી શકે છે. આ પ્લાન 26 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ છે.

2,994 રૂપિયા આપવા પડશે

ટેલિકોમ ટોકની રીપોર્ટ પ્રમાણે, આ પ્લાનને 1 વર્ષ, 6 મહીના, 3 વર્ષ અથવા 2 વર્ષ માટે સબ્સક્રાઈબ કરવામાં આવી શકે છે. 200GB CUL CS358 પ્લાનને 6 મહીના સુધી લેવા પર 2,994 રૂપિયા આપવા પડશે. તો વર્ષભરના સબ્સસ્ક્રિપ્શનની ફી 5,998 રૂપિયા છે. યૂઝર્સને આ સબ્સસ્ક્રિપ્શનમાં અતિરિક્ત સુવિધાઓ પણ મળે છે. 12 વર્ષના આ પ્લાનને લેવાપર 11,976 રૂપિયા લાગશે. યૂઝર્સને 2 વર્ષનું સબ્સ્ક્રિપ્શન લેવા પર 3 મહીનાની સર્વિસ મફળ મળી શકે છે. તો 3 વર્ષ માટે 17,964 રૂપિયા આપવા પડશે અને યૂઝર્સને 4 મહીનાની મફત સુવિધાઓ મળશે.

BSNLના અપગ્રેડ 499 રૂપિયાના પ્લાનમાં 300 જીબી ડેટા

BSNLના કેટલાક વર્તુળોમાં 499 રૂપિયાની સ્ટાન્ડર્ડ યોજનાને અપગ્રેડ કરી છે. કોલકાતા, રાજસ્થાન, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં BSNL એ 499 રૂપિયાના બ્રોડબેન્ડ પ્લાનને અપગ્રેડ કરી રહી છે. આ પ્લાનમાં 300 GB ડેટા 40 Mbps સ્પીડ પર આપવામાં આવી રહ્યો છે. ડેટાની મર્યાદા સમાપ્ત થઈ ગયા પછી સ્પીડ 1 Mbps પર ઘટે છે. આ યોજના આ વર્તુળોમાં 9 સપ્ટેમ્બર સુધી 300 GB પ્લાન સીએસ 337 તરીકે ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!