આ 40 શહેરોમાં 4G સર્વિસ આપશે BSNL, વધશે ક્નેક્ટિવિટી

ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલે) જાન્યુઆરીમાં 1.7 લાખ નવા સબ્સક્રાઈબર્સ એડ કર્યા છે અને હવે ઑપ્ટિકલ ફાઈબરની કનેક્ટિવિટીની સાથે આ સ્પીડ જાળવી રાખવા તૈયાર છે. બીએસએનએલ ચીફ જનરલ મેનેજર જીસી શ્રીવાસ્તવે આ માહિતી આપીને બધી અફવાઓને નકારી, જે મુજબ કહેવાઈ રહ્યું હતું કે કેન્દ્ર સરકારની ટેલિકૉમ સર્વિસ પ્રોવાઈડર બીએસએનએલ બંધ થઈ શકે છે.

આગળની યોજનાઓને લઇને જીસી શ્રીવાસ્તવે જણાવ્યું, ‘બીએસએનએલ ટૂંક સમયમાં બિહારના એવા વિસ્તારોમાં 4G સર્વિસ લોન્ચ કરશે, જે 3G સ્પેક્ટ્રમમાં છે. જેના માટે જરૂરી ઉપકરણ મંગાવવામાં આવ્યાં છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઇ જશે.’ બીએસએનએલની આ 4G સર્વિસનો ફાયદો રાજ્યના લગભગ 40 શહેરોને થશે. પહેલા તબક્કામાં નવાડા, જહાનાબાદ અને આરા તેમાં કવર થઇ જશે.

નબળી લેન્ડલાઈન ક્નેક્ટિવિટીને લઇને તેમણે કહ્યું, ‘અમૂક જગ્યાએ ચાલી રહેલા નિર્માણ કાર્યને પગલે લેન્ડલાઈન કેબલ ડેમેજ થઈ ગયા છે. અમારા અધિકારી તેમને તાત્કાલિક સરખુ કરવાનુ કામ કરી રહ્યાં છે.’ તેમણે કહ્યું કે બીએસએનએલના નાના શહેરો સુધી પહોંચવા માટે ટેલિકૉમ ઈન્ફ્રા પ્રોવાઈડર્સે ભાગીદારી કરી છે.

સાથે જ બીએસએનએલ આવનારા દિવસમાં ઈન્ટરનેટ કૉલિંગ સર્વિસ પણ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જેનાં લૉન્ચિંગ બાદ ઈન્ટરનેશનલ કૉલિંગની કૉસ્ટ 80 ટકા સુધી ઘટી જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter