GSTV

રિપબ્લિક ડે પર BSNL નો ખાસ પ્લાન, સૌથી વધારે વેલિડિટીની સાથે મળશે આ ખાસ ઓફર

Last Updated on January 23, 2021 by Ankita Trada

લોન્ગ ટર્મ વેલિડિટીના કેસમાં Airtel, Jio અને Vodafone-Idea (VI) બધાને પાછળ છોડતા સરકારી ટેલીકોમ કંપની BSNL એ પોતાના બે લોન્ગ ટર્મ પ્લાન્સની વેલિડિટીને વધારી દીધી છે. BSNL રિપબ્લિક ડેના પ્રસંગ પર પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવ્યું છે.

72 દિવસ સુધીની વધારે વેલિડિટ મળશે

1 વર્ષની વેલિડિટીવાળા આ પ્લાન્સની સાથે યૂઝર્સને 72 દિવસ સુધીની વધારે વેલિડિટ મળશે. જોકે, BSNLની આ ઓફર લિમિટેડ પીરિયડ માટે છે અને આ 31 જાન્યુઆરી બાદ એક્સપાયર થઈ જશે.

2,399 રૂપિયાવાળો લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન

BSNL એ પોતાના 2,399 રૂપિયાવાળા લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે. આ પ્લાની સાથે હજુ 365 દિવસની વેલિડિટી મળે છે, પરંતુ કંપની 72માં રિપબ્લિક ડેના પ્રસંગ પર તે સાથે એડિશનલ 72 દિવસની વેલિડિટી આપી રહી છે. હવે 2,399 રૂપિયાવાળો પ્લાન ટોટલ 437 દિવસની વેલિડિટીની સાથે હશે. 72 દિવસની વેલિડિટી પ્રમોશનલ ઓફર તરીકે આપી રહી છે, જે 31 માર્ચ 2021 સુધી વેલિડ રહેશે. આ પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે. એટલે દરરોજ 250 મિનિટવાળી લિમિટ હટાવી દેવામાં આવી છે. તે સાથે જ આ પ્લાનમાં યૂઝર્સને 3GB ઈન્ટરનટ ડેટા પણ દરરોજ મળશે. આ પ્લાનની સાથે 100SMS અને 1 વર્ષ માટે EROS Now નું સબ્સક્રિપ્શન પણ છે.

1,999 રૂપિયાવાળો પ્લાન

1,999 રૂપિયાવાળા પ્લાનમાં BSNL એ 21 દિવસની વેલિડિટી વધારી છે. તેમાં તમને 386 દિવસની વેલિડિટી મળશે. આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3GB ડેટા, અનલિમિટેડ વોયસ કોલિંગ અને દરરોજ 100SMS મળશે. આ પ્લાનમાં બે મહીના માટે ફોક ટ્યૂન કંટેંટ અને 365 દિવસ માટે Eros Now નું સબ્સક્રિપ્શન પણ છે.

READ ALSO

Related posts

Tips / પર્સમાં ભૂલથી પણ ન રાખતા આ 3 વસ્તુઓ, નહિ તો ક્યારેય નહીં ટકે રૂપિયા: રૂઠી જશે માં લક્ષ્મી

Pritesh Mehta

શેરબજારમા રચાયો ઇતિહાસ : એકાએક ઉછાળો આવતા આંકડો ગયો 60 હજારને પાર , આ કારણોને લીધે તૂટ્યા રેકોર્ડ

Zainul Ansari

સુહાના ખાને હૉટ આઉટફિટમાં શેર કરી મિરર સેલ્ફી, બોલ્ડ અંદાજ જોઇને ફેન્સ થયા પાણી પાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!