GSTV

દેવું ભરવા માટે દેશની આ ટૅલિકોમ કંપની વેચી રહી છે પોતાની મિલ્કત

સરકારની ટેલિકોમ કંપની BSNL પોતાની મિલ્કતોને વહેંચીને નાણા એકઠા કરવાની યોજના હેઠળ 20,160 કરોડ રૂપીયાની 14 મિલ્કતોની યાદી જાહેર સંપત્તિ સંચાલન વિભાગ સોંપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કૌશલ મંત્રાલયને એક જમીનના ભાગની જરૂર છે અને તેને ટેલિકોમ વિભાગે ગાઝિયાબાદમાં સ્થિત BSNLના એક જમીનના ભાગની વાત કરી છે. આ જમીનની અંદેજ કિંમત 2 હજાર કરોડ રૂપીયા છે.

BSNLના ચેરમેન એને સીએમડી પી.કે. પુરવારે કહ્યું હતું કે, કંપની પોતાની મિલ્કતોને વેચીને નાણા ભેગા કરવાની દરેક કોશીશ કરી રહી છે. કંપનીએ દીપમ થકી 20 હજાર કરોડ રૂપીયા ભેગા કરવા માટે 14 મિલ્કતોની ઓળખાણ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બધી જ મિલ્કતો મુંબઈ, તિરુવંતપુરમ, ચેન્નઈ, ગાઝિયાબાદ અને અન્ય સ્થાનો પર છે.

BSNL થકી 92 હજાર કર્મચારીઓને આવેદનપત્ર

ઓક્ટોબર 2019માં સરકારે BSNL અને MTNL ને સારા સ્થાન પર લાવવા માટે 69 હજાર કરોડ રૂપીયાના પેકેજની મંજૂરી આપી છે. જેમાં ફડચામાં ચાલી રહી આ બે કંપનીઓનું મિશ્રણ, તેમની મિલ્કતોનું વેચાણ, કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃતિની યોજનાનો સમાવેશ થાય છે.

આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બે વર્ષમાં કંપનીને નાફામાં લાવવાનો છે. બેને કંપનીની આ VRS યોજના શરૂ કરી હતી અને લગભગ 92 હજાર કર્મચારીઓએ આ વિક્લપને પસંદ કર્યો હતો. જેથી ફડચામાં ગયેલ ટેલિકોમ કંપનીને વેતનના કદમાં 8,800 કરોડ રૂપીયાની બચત થઈ હોવાનું આનુમાન છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!