GSTV
Home » News » તમારી ઉંમર 50 વર્ષની છે અને સરકારી કર્મચારી છો તો ઘરભેગા થવું પડશે, આ સેક્ટરના એક લાખ કર્મચારીઓની જશે નોકરી

તમારી ઉંમર 50 વર્ષની છે અને સરકારી કર્મચારી છો તો ઘરભેગા થવું પડશે, આ સેક્ટરના એક લાખ કર્મચારીઓની જશે નોકરી

આર્થિક સંકટ સામે લડી રહેલી સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ કંપનીને સરકાર તરફથી રાહત પેકેટ મળ્યાના બાદ કંપનીએ પોતાના કર્મચારીઓ માટે વોલ્યુંટરી રિટાયરમેન્ટ સ્કિમ(VRS) શરૂ કરવામાં આવી છે.કંપનીને 70-80 હજાર કર્મચારી આ સ્કિમ અંતર્ગત સ્વેચ્છીક નિવૃતી લેશે તેવી અપેક્ષા છે.આના કારણે કંપની સૈલરીમાં 7 હજાર કરોડ રૂપિયા બચાવી શકે છે.50 વર્ષથી વધુ ઉંમરના વધુ કર્મચારીઓ આ સ્કિમ અંતર્ગત સ્વેચ્છિક સેવાનિવૃત લઇ શકે છે. 

3 ડિસેમ્બર સુધી લાગુ રહેશે સ્કિમ

બીએસએનએલના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પીકે પુખરે જણાવ્યુ કે આ સ્કિમ 4 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. સ્કિમમ અંતર્ગત કર્મચારીને માહીત ગાર કરવા બધા યુનીટને નિર્દેશ આપવામાં આવ્યો છે.આ સરકાર તરફથી આપવામાં આવતી સૌથી સારી વીઆરએસ સ્કિમ છે.બીએસએનએલના કર્મચારીઓ માટે આ ફાયદા કારક હોઇ શકે છે.   આ રિપૉર્ટ અનુસાર BSNL આ VRS વિન્ડો સોમવારથી લઈને આગળના 30 દિવસ માટે ખોલશે.

અમલ થતા લાગશે 3 મહિનાનો સમય

આ વખતે સમયથી પહેલા રિટાયર થવા ઈચ્છતા કર્મચારીઓ આ સ્કિમ માટે આવેદન કરી શકે છે. કંપનીના મેનેજમેન્ટ અને યૂનિયને પણ કર્મચારીઓને આ માટે અપીલ કરી છે. BSNL ના આ સ્કિમમાં કર્મચારીઓને નોકરીના બચેલા વર્ષોના 100 થી 125 ટકા સેલરી આપવામાં આવશે. જેમાં પેન્શન પણ શામેલ છે. તેને અમલમાં લાવવા માટે લગભગ 3 મહીનાનો સમય લાગશે.

આ રીતે કંપનીને થઈ શકે છે 7500 કરોડ રૂપિયાની બચત

કંપનીની સર્વિસ પર તેની કોઈ જ અસર નહીં પડે. BSNL ને આશા છે કે જો તેના 80 હજાર કર્મચારી VRS વિકલ્પ પસંદ કરે છે તો કંપનીને 7500 કરોડ રૂપિયાની બચત થશે. હાલમાં 1.59 લાખ કર્મચારીઓ કાર્યરત છે. તેમાં લગભગ 1.06 લાખ કર્મચારીઓ 50 વર્ષથી વધુ ઉંમરના VRS માટે આવેદન કરવા યોગ્ય છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો આ સ્કિમ સફળ રહી તો સરકારી કંપની રિટાયર્મેન્ટની ઉંમર ઘટાડીને 58 વર્ષ કરવાની યોજના ટાળી શકે છે.

Read Also

Related posts

છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ થયા કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર

Mansi Patel

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!