GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આ કંપની ફક્ત 75 રૂપિયામાં આપી રહી છે 10GB ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ, જાણો વિગતે

જો તમે કોઇ ધમાકેદાર ડેટા પ્લાન કરાવવાનું વિચારી રહ્યાં હોય તો આ ખબર તમારા માટે છે. બીએસએનએલે ફક્ત 75 રૂપિયામાં એક આકર્ષક પ્લાન લૉન્ચ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનમાં 10 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. સાથે જ 50 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. જો કે બીએસએનએલે આ પ્લાનની પુષ્ટિ નથી કરી. આ પ્લાનની વેલિડિટી 15 દિવસની છે. તેવામાં તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ પ્લાનની વેલિડિટી વધારીને 18 દિવસ કરવા જઇ રહી છે.

બીએસએનએલે આ પ્લાન જિયોના 98 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે લૉન્ચ કર્યો છે જેમાં 2જીબી ડેટાની સાથે 300 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં અનલિમિટે કૉલિંગની સુવિધા પણ છે.

ઉલ્લેખનીય છે કે બીએસએનએલે તાજેતરમાં જ 171 રૂપિયાનો પ્લાન લૉન્ચ કર્યો હતો જેમાં અનલિમિટેડ કૉલિંગની સાથે ડેટાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. જિયોની વાત કરીએ તો રિલાયન્સ જિયો યુઝર્સ માટે એક ખુશખબર છે. કંપની પોતાના પ્રીપેડ યુઝર્સ માટે એક ઑફર લઇને આવી છે. જિયોના આ ઑફરમાં પ્રીપેડ યુઝર્સને દરરોજ 2જીબી 4જી ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ ઑફરનો લાભ માય જિયો એપ દ્વારા લઇ શકાશે.

રિલાયન્સ જિયો યુઝર્સના પ્રીપેડ પ્લાન પર આ એડિશનલ ડેટા આપવામાં આવી રહ્યો છે. કેટલાંક એહવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જિયોના આ પ્લાન 30 જુલાઇ સુધી જ માન્ય છે. તેવામાં માય જિયો એપ પર 30 જુલાઇ પહેલાં જ ઑફરનો લાભ લઇ શકાશે.

જો કે હજુ સુધી તે સ્પષ્ટતા નથી થઇ શકી કે જિયોની આ ઑફર તમામ પ્રીપેડ યુઝર્સ માટે છે કે પછી કેટલાકં સિલેક્ટેડ યુઝર્સ માટે. જણાવવામાં આવી રહ્યું છે કે જિયોનું આ એડઑન પેક છે.

ઉલ્લેખનીય છે કે જિયોએ તાજેતરમાં જ મોનસૂન હંગામા પેક લૉન્ચ કર્યુ હતું. 20 જુલાઇના રોજ લૉન્ચ કરવામાં આવેસા જિયો ફોન મોનસૂન હંગામા ઑફર અંતર્ગત ગ્રાહકોને ફક્ત 501 રૂપિયામાં જિયો ફોન મળશે. જો કે તેના માટે ગ્રાહકોએ પોતાનો જૂનો ફિચર ફોન કંપનીને આપવો પડશે. આ ઑફરનો લાભ તમે જિયોના રિટેલ શૉપ પર જઇને લઇ શકો છો.

Related posts

હવે ફોન કરતાં પહેલાં કરવું પડશે કામ નહીં તો કોઈને પણ નહીં લાગે ફોન, હાશ હવે તમારો નંબર નહીં બદલાય

Dilip Patel

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva

એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ધરાવતા આ શહેરમાં નથી નોંધાયો હજુ એક પણ કોરોનાનો કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!