GSTV

Jioને ટક્કર : આ કંપનીનો 27 રૂપિયાનો પ્લાન મચાવશે ટેલિકોમ માર્કેટમાં તહેલકો

જિયો, એરટેલ અને વોડાફોનને ટક્કર આપવા માટે બીએસએનએલે ફક્ત 27 રૂપિયાનો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 1જીબી ડેટા અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડીટી 7 દિવસની છે.

આ પ્લાનમાં 300 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે અને આ પ્લાનની ખાસ વાત તો એ છે કે તેમાં દૈનિક કૉલિંગની કોઇ મર્યાદા નથી એટલે કે તમે સંપૂર્ણ રીતે અનલિમિટેડ કૉલિંગનો લાભ લઇ શકો છો. આ પ્લાન દેશભરના તમામ સર્કલોમાં 6 ઓગસ્ટના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે.

Jio

 બીજી બાજુ જિયો પાસે 52 રૂપિયાનો પ્લાન છે જેમાં 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં યુઝર્સને વૉઇસ કૉલિંગ અને 70 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડીટી 7 દિવસની છે. જિયો પાસે 49 રૂપિયાનો પણ પ્લાન છે જેમાં 1 જીબી ડેટા અને 50 એસએમએસની સુવિધા મળે છે. જિયો પણ તમને 98 રૂપિયાનો પ્લાન આપે છે. તેમાં યુઝર્સને 2જીબી ડેટા મળે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. જો કે તેમાં લોકલ-નેશનલ કૉલિંગની સાથે 300 એસએમએસ પણ આપવામાં આવે છે.

ડોકોમો

ટેલિકોમ કંપનીઓમાં ડેટા વૉર ચાલી રહ્યો છે તેવામાં ટાટા ડૉકોમો એક ધમાકેદાર ઑફર લઇને આવ્યું છે. આ ઑફરમાં કંપની પોતાના યુઝર્સને ફક્ત 98 રૂપિયામાં 39.2 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.

Related posts

103 વર્ષની મહિલાએ સાહસ, શક્તિ અને વિશ્વાસથી કોરોનાને હરાવ્યો

Nilesh Jethva

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!