GSTV
Home » News » રોજ મળશે 33GB ડેટા અને ફ્રિ કોલિંગ, આ કંપનીએ એવો પ્લાન લોન્ચ કર્યો છે કે જલસો પડી જશે

રોજ મળશે 33GB ડેટા અને ફ્રિ કોલિંગ, આ કંપનીએ એવો પ્લાન લોન્ચ કર્યો છે કે જલસો પડી જશે

BSNL પોતાના ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાનને વિસ્તાર આપતા એક નવો 1,999 રૂપિયા વાળા પ્લાનને લોન્ચ કર્યો છે. તેનું લોન્ચિંગ JioFiber પ્લાન્સના આવ્યા બાદ તરત કરવામાં આવ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડે પોતાના નવા 1,999 રૂપિયા વાળા બ્રોડબેન્ડ પ્લાનને રજૂ કર્યો છે જેમાં 33GB ડેલી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ આપવામાં આવી રહ્યું છે.

આ નવો પ્લાન પહેલાના પ્લાન  849 રૂપિયા, 1,277 રૂપિયા, 2,499 રૂપિયા, 4,499 રૂપિયા, 5,999 રૂપિયા, 9,999 રૂપિયા અને 16,999 રૂપિયા વાળા સાથે જ ઉપલબ્ધ રહેશે. BSNLના 1,999 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનનો મુકાબલો ACT ફાઈબરનેટ એરટેલ V-Fiber ના 1,999 રૂપિયાવાળા પ્લાન અને JioFiber ના 2,499 રૂપિયાવાળા પ્લાન સાથે રહેશે. BSNLએ પહેલા જ કન્ફર્મ કર્યું હતું કે પ્રતિદિન 33GB ડેટા સુધી 100 Mbpsની સ્પીડ મળશે અને ત્યાર બાદ સ્પીડ 4 Mbps થઈ જશે.

કંપનીના નવા 1,999 રૂપિયા વાળા બ્રોડબેન્ડ પ્લાન વિશે વિસ્તારમાં વાત કરીએ તો તેમાં ગ્રાહકોને દરેક દિવસે 33 GB ડેટા સુધી 100 Mbps સુધીની સ્પીડ મળશે. ત્યાર બાદ સ્પીડ 4 Mbps થશે, જે જીયોફાઈબરના 1 Mbpsથી વધુ સારી છે. જોકે BSNL દ્વારા આ પ્લાનને અનલિમિટેડ પ્લાનના નામથી માર્કેટિંગ કરવામાં આવી રહી છે.

ડેટા ઉપરાંત BSNL દ્વારા દેશભરમાં ક્યાય પણ વોઈસ કોલિંગ કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ કોલિંગ કંપનીના લેન્ડલાઈનથી કરી શકાય. કંપનીનું નવું 1,999 રૂપિયા વાળું બ્રોડબેન્ડ પ્લાન 1,277 રૂપિયા અને 2,499 રૂપિયાવાળા પ્લાનની વચ્ચે ઉપબ્ધ રહેશે. બીજી તરફ જીયોના નવા 2,499 રૂપિયા વાળા પ્લાનની વાત કરવામાં આવે તો તેમાં ગ્રાહકોને 100 Mbpsની સ્પીડમાં 500GB ડેટા મળશે અને ત્યાર બાદ સ્પીડ 1 Mbps થઈ જશે. સાથે જ કંપની 4K સેટ ટોપ બોક્સ અને વોયસ કોલિંગ પણ આપશે.

Read Also

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!