GSTV
Home » News » BSNLએ રૂપિયા 249ના પ્લાનમાં કર્યો ફેરફાર, જાણો સુધારેલો પ્લાન

BSNLએ રૂપિયા 249ના પ્લાનમાં કર્યો ફેરફાર, જાણો સુધારેલો પ્લાન

ટેલિકૉમ સેક્ટરની સરકારી કંપની BSNLએ પોતાના 249 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકોના પ્લાનમાં પહેલાની સરખામણીએ ત્રણ ગણો ડેટા અને મોટાભાગની કૉલિંગની સુવિધા મળી રહી છે. જોકે, કંપનીએ હવે પ્લાનની કિંમતમાં 50 રૂપિયા વધારી દીધા છે. હવે પ્લાનની કિંમત 299 રૂપિયા થઇ ગઇ છે અને આ પ્લાનમાં 1.5 જીબી ડેટા દરરોજ મળે છે.

બીએસએનએલનો 249 રૂપિયાનો પ્લાન

સુધારો કર્યા પહેલા કંપનીના 249 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ડેટા મળે છે. જેમાં 15 જીબી સુધી 8એમબીપીએસની સ્પીડથી અને ત્યારબાદ 1 એમબીપીએસની સ્પીડથી ઈન્ટરનેટ મળે છે. ટેલિકૉમ ટૉકની એક રિપોર્ટ મુજબ, ઈન્ટરનેટ સિવાયના પ્લાનમાં દરરોજ રાત્રે 10:30 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધી બીએસએનએલ સહિત બાકી નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા પણ મળે છે.

પ્લાનમાં આજે એટલેકે 1 ડિસેમ્બરથી સુધારો કરવામાં આવ્યો છે. પ્લાનની કિંમત 249 રૂપિયાથી વધારીને 299 રૂપિયા કરી દેવામાં આવી છે. કિંમત સિવાય આ પ્લાનમાં મળતી સેવાઓમાં પણ ફેરફાર થયો છે. હવે આ પ્લાનમાં 1.5 જીબી ડેટા દરરોજ એટલેકે કુલ 45 જીબી ડેટા મળશે. આ પ્લાનના પહેલાના ડેટાથી ત્રણ ગણો ડેટા છે.

આ ડેટાની સ્પીડ પણ 8એમબીપીએસ હશે અને FUP (ફેર યૂજેજ પૉલિસી) ખત્મ થયા બાદ સ્પીડ ઘટાડીને 1 એમબીપીએસ થઈ જશે. ડેટા સિવાય બીએસએનએલના પ્લાનમાં 300 રૂપિયાની મોટાભાગની કૉલિંગ પણ મળશે. આ સાથે જ કંપની પોતાના 299 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 6 મહિના સુધી દર મહિને 50 રૂપિયાનું કેશબેક પણ આપી રહી છે.

READ ALSO

Related posts

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

NIsha Patel

રમા વસ્ત્રો ઉતારી પલંગ પર સૂઈ ગઈ, સુધીર પણ પોતાના વસ્ત્રો ઉતારવા લાગ્યો અને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!