GSTV
Gujarat Government Advertisement

BSNL આપી રહી છે 5GB ડેટા બિલકુલ ફ્રી, જાણો કેવી રીતે મેળવશો આ સ્કીમનો ફાયદો

Last Updated on August 25, 2020 by pratik shah

એરટેલ (Airtel) અને જિઓ (RJio)ના મફત ડેટા(Free Data)ના પડકારો પછી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ હવે તેના પ્રી-પેઇડ (Pre-Paid) ગ્રાહકો માટે મફતમાં 5GB ડેટાની જાહેરાત કરી છે. . આ BSNLનો મફત ડેટા કોમ્પ્લિમેન્ટરી ડેટા છે. આ માટે, કંપની કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લે. BSNLચેન્નઇએ તેની માહિતી આપી છે. આ ઓફર 90 દિવસની છે. આ મફત ડેટાની માન્યતા 22 દિવસની છે. આ ફ્રી ડેટા ઓફર 22 ઓગસ્ટ 2020 થી 19 નવેમ્બર 2020 સુધી ચાલશે.

BSNL

કયા વાઉચર્સ પર ડેટા મળશે?

BSNLચેન્નઈ સર્કલ અનુસાર હાલમાં આ મફત ડેટા ચેન્નાઈ અને તમિલનાડુ વર્તુળોના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ ઓફર હેઠળ 98, 99, 118, 187 અને 319 રૂપિયાના Special Tariff Voucher (STV) ગ્રાહકોને 5 જીબી ફ્રી ડેટા મળશે. ઉપરાંત, આ ડેટા 186, 429, 485, 666 અને 1,999 રૂપિયાના પ્રીપેડ વાઉચર રિચાર્જ સાથે પણ ઉપલબ્ધ હશે. બીએસએનએલના પ્રિ-પેઇડ ગ્રાહકો કે જેઓ તેમના છેલ્લા રિચાર્જની સમાપ્તિ પહેલા જ બીજા અથવા ત્રીજા રિચાર્જની શરૂઆત કરે છે, તેમને આ મફત ડેટા તરત જ આપવામાં આવશે.

ફુલ ટૉકટાઈમવાળો પ્લાન

BSNLએ તેના ગ્રાહકો માટે 100 રૂપિયાનો ફુલ ટોકટાઇમવાળો પ્લાન રજૂ કર્યો છે, જો કે આ યોજના તમિલનાડુ અને ચેન્નાઈમાં દર રવિવાર માટે છે એટલે કે, રવિવારે 100 રૂપિયાના રિચાર્જ કરાવવા પર જ ફુલ ટોકટાઈમ મળશે. આ ફુલ ટોકટાઈમ ઓફર 18 નવેમ્બર 2020 સુધી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!