GSTV
Home » News » jioને આ કંપની આપશે ટક્કર : લાવી રહી છે સૌથી મોટી ટેક્નોલોજી, કાર્ડ વિના પણ થશે ફોન

jioને આ કંપની આપશે ટક્કર : લાવી રહી છે સૌથી મોટી ટેક્નોલોજી, કાર્ડ વિના પણ થશે ફોન

ટેલિકોમ સેક્ટર પર પૂર્ણ રીતે પકડ બનાવવા માટે તૈયારીમાં લાગેલી જિયોને ટક્કર આપવા માટે ભારતીય સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ તૈયારી કરી લીધી છે. દેશના પ્રથમ વોઇસ ઓવર એલટીઈ સેવાની શરૂઆત પણ જિયોએ કરી હતી. હવે ભારતમાં, બીએસએનએલ વૉઇસ ટેલિફોની ઓવર વાઈ ફાઈ સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે. બીએસએનએલ વાઇફાઇ નેટવર્કના માધ્યમથી VoWiFi સેવા પર શરૂ કરી શકે છે. અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, “અમે કંપનીઓથી અદ્યતન સાધનો સાથે નેટવર્કો જમાવવા માટે કહેવા જઈ રહ્યા છીએ, જેમાં બીએસએનએલ એક રેવેન્યુ મોડલ પર બેડવીથ રજૂ કરી શકે. તેમણે કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય કંપનીઓ સાથે રેવેન્યુ શેયરિંક વ્યવસ્થા મારફતે પસંદગીના સ્થળો અથવા શહેરોના કેટલાક વિસ્તારોમાં કોઈપણ મુશ્કેલી વગર ચાલનારા વાઇ ફાઇ નેટવર્ક લાવવાનો છે.

વપરાશકર્તાઓ હવે ઓછા સિગ્નલમાં પણ કૉલ કરી શકશે

ચેરમેન અનુપમ શ્રીવાસ્તવએ વધુમાં જણાવ્યું હતું કે, “વાઇફાઇનો ફાયદો એ છે કે તે મુક્ત સ્પેક્ટ્રમ ચાર્જિસ સાથે આવે છે અને અમે દેશમાં વધુમાં વધુ વાઇફાઇ હોટ સ્પોટ શરુ કરવાની તકો શોધી રહ્યા છીએ. આ સાથે, તેમણે જણાવ્યું હતું કે ફિફ્થ જનરેશન (5G) તકનીકી સેવાઓને ફાઇબરઇઝેશનની આવશ્યકતા હોય છે. 5G અને વાઇફાઇમાં કેટલાક સામાન્ય ઘટકો હોય છે, જેની બેકએન્ડમાં જરૂરિયાત પડે છે. તે જ સમયે, જિયો વોઇસ ઓવર વાઇ-ફાઇ (VoWiFi) તકનીક પર પણ કામ કરી રહી છે. જેની મદદથી વપરાશકર્તાઓ હવે ઓછા સિગ્નલમાં પણ કૉલ કરી શકશે.

‘વિંગ્સ’ સિમ કાર્ડ વિના વાપરી શકાય

થોડા મહિના પહેલા, બીએસએનએલએ ગ્રાહકોને મોટી સુવિધા આપી હતી, આ હેઠળ, દેશમાં કોઈ પણ ફોન નંબર પર કૉલ કંપનીની મોબાઇલ એપ્લિકેશન ‘વિંગ્સ’ના ઉપયોગથી કોલ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા, બીએસએનએલએ ગ્રાહકોને મોટી રાહત આપી હતી. આ હેઠળ, દેશમાં કોઈ પણ ફોન નંબર પર કંપનીના મોબાઇલ એપ્લિકેશન ‘વિંગ્સ’ નો ઉપયોગ કરીને કોલ કરી શકાય છે. ‘વિંગ્સ’ સિમ કાર્ડ વિના વાપરી શકાય છે. બીએસએનએલની ‘વિંગ્સ’ એપ્લિકેશન દ્વારા દેશના કોઈપણ મોબાઇલ અથવા ટેલિફોન નંબર પર વાટાઘાટો કરી શકાશે.

Related posts

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

Path Shah

યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

Path Shah

માં કરતા પુત્રની ઉલ્ટી ચાલ:કહ્યું,મત નહી આપો તો પણ કામ કરીશ

Path Shah