રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે પબ્લિક સેક્ટરની ટેલિકૉમ કંપની BSNL પોતાના કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં કસ્ટમર્સને 360GB ડેટા મળશે, આ પ્લાનની કિંમત 444 રૂપિયા છે.
આ સ્પેશિયલ ટેરિફ પ્લાનમાં દરરોજ 4GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસો સુધી રહેશે. જોકે 4GB ડેટા યૂઝ થઇ ગયા બાદની સ્પીડ ઓછી થઇ જશે. BSNLએ પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, 444નો સ્પેશિયલ ટેરિફ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં 90 દિવસની વેલિડિટી હશે અને 4GB દરરોજ 3 મહિના માટે મળશે.
આ સિવાય કંપનીએ 298 રૂપિયાનો બીજો પ્લાન લોન્ચ કર્યો છે, BSNLએ 298 રૂપિયા પ્લાનમાં કસ્ટમરને અનલિમિટેડ લોકલ-STD કૉલ અને ડેટા પૂરો 56 દિવસો સુધી મળશે. આ પ્લાનમાં 1GB FUP લિમિટની સાથે ડેટા મળશે. જોકે 1GB ડેટાની લિમિટ પૂરી થયા પછી ઇન્ટરનેટ એક્સેસની સ્પીડ ઓછી થઇ જશે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસો સુધીની હશે.