GSTV
Gujarat Government Advertisement

BSNLનો આ પ્લાન છે સૌથી બેસ્ટ પ્રી-પેડ ડેટા પ્લાન, 84 દિવસો સુધી દરરોજ મળશે 2GB ડેટા

Last Updated on February 22, 2020 by Mansi Patel

જો એવું કહેવામાં આવે તો ખોટું નથીકે, ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તો પ્લાન ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની પાસે છે. BSNL જ હાલનાં સમયમાં સારા પ્લાન્સ આપી રહી છે. BSNLએ વધુ એક પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં રોજ 2GB ડેટા મળે છે.

આ છે નવો પ્લાન

BSNLએ 318 રૂપિયાનો નવો પ્રી-પેઇડ પ્લાન બજારમાં રજૂ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનને 84 દિવસની માન્યતા મળે છે અને તેમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે, જોકે આ યોજના હાલમાં ફક્ત આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સર્કલમાં જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ અન્ય વર્તુળોમાં પણ રજૂ થઈ શકે છે.

બીએસએનએલની આ યોજનામાં તમને કોઈ પણ પ્રકારની કોલિંગ અને અન્ય સુવિધા મળશે નહીં. આ યોજના ફક્ત લાંબા ગાળાના ડેટા વપરાશકારો માટે રજૂ કરવામાં આવી છે. બીએસએનએલ પાસે 7 રૂપિયાની યોજના પણ છે જેમાં 1 જીબી ડેટા એક દિવસની માન્યતા સાથે ઉપલબ્ધ છે.

કંપની પાસે અન્ય આ છે પ્લાન

આ સિવાય કંપનીની પાસે 548 રૂપિયાનો પ્લાન પણ છે, જેમાં 90 દિવસની વેલિડિટી મળે છે અને દરરોજ 5 જીબી ડેટા મળે છે. તો સાથે જ, એક યોજના 998 રૂપિયાની છે, જે હેઠળ 2 જીબી ડેટા 240 દિવસ સુધી દરરોજ ઉપલબ્ધ રહેશે. કંપની પાસે બીજો ડેટા પ્લાન છે જેની કિંમત 187 રૂપિયા છે અને તે દરરોજ 3 જીબી ડેટા આપે છે. આ યોજનાની માન્યતા 28 દિવસની છે. તેમાં દરરોજ 250 મિનિટનું કોલિંગ પણ મળે છે.

આ પ્લાનની વધારી મર્યાદા

બીએસએનએલે પ્રમોશન ઓફર હેઠળ તેના 1,999 રૂપિયાનાં પ્લાનની મર્યાદા 71 દિવસ સુધી વધારી દીધી છે. બીએસએનએલની આ યોજનાની માન્યતા 28 ફેબ્રુઆરી સુધી 436 દિવસની રહેશે, જ્યારે 1 માર્ચથી 31 માર્ચ સુધી રિચાર્જ કરનારા ગ્રાહકોને 425 દિવસની વેલિડિટી મળશે. વાસ્તવમાં BSNLના આ પ્લાનમાં બે પ્રમોશનલ ઓફર્સ મળી રહી છે. પહેલાંમાં 71 દિવસ અને બીજામાં 60 દિવસની વધારાની મર્યાદા મળશે. પહેલી ઓફર 28 ફેબ્રુઆરી અને બીજી 31 માર્ચ સુધી છે. BSNLએ આ પ્લાનને ગયા મહિને 71માં ગણતંત્ર દિવસનાં અવસરે લોન્ચ કરી હતી. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. તેના સિવાય તેમાં કોલિંગ અને દરરોજ 250 મિનિટ મળે છે. અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. આ પ્લાન કેરળ સિવાય બધાજ સર્કલમાં ચાલું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!