GSTV
Home » News » BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ હવે ફરી જોરમાં આવી ગઇ લાગે છે. કંપનીએ તેના કેટલાક પ્લાનમાં ઘણા ફેરફાર કર્યા છે તો કેટલાક નવા પ્લાન પણ જાહેર કર્યા છે. બીએસએનએલ કંપનીએ આ વખતે એસટીવી ૩પ, એસટીવી પ૩ અને એસટીવી ૩૯પમાં ફેરફાર કર્યા છે અને તેમાં અગાઉ કરતા અનેક ગણો વધારે ડેટા આપી રહી છે.

https://www.gstv.in/bsnl-launched-free-broadband-internet-service-for-their-landline-users/

બીએસએનએલના પહેલા પ્લાન એસટીવી ૩પની વાત કરીએ તો તેમાં પહેલા ર૦૦ એમબી ડેટા આપવામાં આવતો હતો તેમાં હવે પ જીબીનો ડેટા આપવામાં આવે છે જો કે તેની વેલીડીટી પ દિવસ છે. આમાં ડેટાનો રપ ગણો વધારો થયો છે પણ વેલીડીટી એટલી જ રાખવામાં આવી છે તેમ ટેલીકોમટોક મારફત અપાઇ છે.  બીજા પ્લાનની વાત કરીએ તો પ્લાન પ૩માં પહેલા રપ૦ એમબી ડેટા અપાતો અને ર૧ દિવસની વેલીડીટી હતી પણ હવે તેમાં અનેક ગણો વધારો કરી ૮ જીબી ડેટા અપાય છે.

જો કે તેની વેલીડીટી ઘટાડીને ૧૪ દિવસની કરવામાં આવી છે. કંપની આ પ્લાનને યોગ્ય ગણાવતા કહે છે કે હાલના સમયમાં જોઇએ તો ૮ જીબી ડેટા ર૧ દિવસ સુધી ચલાવી શકાય તેમ નથી. હવે છેલ્લે એસટીવી ૩૯પની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને અનલીમીટેડ કોલીગ રોમીંગ (દિલ્હી અને મુંબઇ બાકાત)નો ફાયદો મળે છે. જેમાં ર જીબી ડેટાના વપરાશ બાદ ઇન્ટરનેટની સ્પીડ ૮૦ કેબીપીએસ થઇ જાય છે.આ પ્લાનની વેલીડીટી ૭૧ દિવસની છે.

પહેલા આ પ્લાનમાં ગ્રાહકોને રોજ ર જીબી ડેટા સાથે ૩૦૦૦મિનિટ ઓન નેટ કોલ્સ અને ૧૮૦૦ ઓફ નેટવોઇસ કોલ્સનો લાભ મળતો હતો. તમને જણાવી દઇએ કે બીએસએનએલએ તાજેતરમાં જ તેના ૯૯૯ અને ર૦૯૯ રૃપિયાના પ્લાન બંધ કરી દીધા છે. આ બંને પ્લાનમાં ૩૬પ દિવસની વેલીડીટી મળતી હતી. જો કે બીએસએનએલ સીકસર ૬૬૬ની વેલીડીટી જે ૧રર દિવસની હતી તેને હવે ૧૩૪ દિવસની કરવામાં આવી છે.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!