GSTV

આ કંપની ફક્ત રૂ.27માં આપી રહી છે 1GB ડેટા અને અનલિમિટેડ કોલ

બીએસએનએલએ પોતાના યૂઝર્સ માટે એક નવો એન્ટ્રી લેવલ પ્રીપેડ પ્લાન જાહેર કર્યો છે. રૂ.27ના આ પ્લાનમાં ડેટા અને વોઈસ કોલિંગની સુવિધા મળશે. ટેલિકોમ ટોલ્કના એક રિપોર્ટ મુજબ, આ પ્લાનમાં સાત દિવસની વેલિડિટી સાથે 1 જીબી2જી/3જી સ્પીડ ડેટા મળશે.

આ ઉપરાંત સાત દિવસ સુધી અનલિમિટેડ વોઈસ કોલ અને ૩૦૦ એસએમએસની સુવિધા મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ લાભ તમામ સર્કલોમાં ૬ ઓગષ્ટથી રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે,જ્યાં બીએસએનએલ કાર્યરત છે. તેમજ આ અનલિમિટેડ કોલિંગનો લાભ મુંબઈ અને દિલ્હી સર્કલોમાં ઉપલબ્ધ રહેશે નહીં.

અન્ય ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો, રિલાયન્સ જિયો પાસે સાત દિવસની વેલિડિટી વાળો રૂ.52નો પ્લાન છે,જેમાં દૈનિક અનલિમિટેડ કોલિંગ, 1જીબી 4જી ડેટા અને 70 એસએમએસ મળે છે. જ્યારે એરટેલ પાસે 47 રૂપિયાનો પ્લાન છેજેમાં 500 એમબી 3જી/4જી ડેટા150 મિનિટ દૈનિક કોલિંગ અને ૫૦ એસએમએસની સુવિધા આપવામાં આવે છે.

ટેલિકોમ કંપની વોડાફોન પણ આ પ્રકારનો પ્લાન આપી રહી છે. જોકે તેની વેલિડિટી 28 દિવસ માટેની છે. વોડાફોનના દૈનિક 47 રૂપિયાના પ્લાનમાં 125 મિનિટ કોલિંગ50 એસએમએસ અને 500 એમબી 3જી/4જી ડેટા આપી રહી છે. આ સાથે બીએસએનએલ તેના નવા પ્વાન સાથે આ દરેક કંપની સાથે હરીફાઈમાં જોડાશે.

Related posts

યુરોપિયન સ્પેસ એજન્સીએ ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

pratik shah

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!