GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર વર્ક ફ્રોમ હોમ પ્લાન, એખ પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મળશે આ ફાયદા

BSNL

કોરોના(Corona) વાયરસથી બચવા માટે વધુમાં વધુ લોકો વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરી રહ્યા છે. કોરોનાને ફેલાવાતો રોકવા માટે પણ સરકાર લોકોને ઘરેથી કામ કરવાની અપીલ કરી રહી છે. આખા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન છે. એવામાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ઘરેથી કામ કરનાર લોકોની સહાયતા કરવા માટે એક સારો પ્લાન લાવ્યું છે. વર્ક ફ્રોમ હોમમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે સરકારના ઓરનશિપ વાળી કંપની બીએસએનએલ યુઝર્સ માટે ફ્રી ઈન્ટરનેટ પ્લાન ઓફર કરી રહી છે.    

કંપનીના Work@Home પ્લાનમાં ગ્રાહકોને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે. એક ખબર અનુસાર બીએસએનએલના આ પ્લાનનો ફાયદો ફક્ત હાલના લેન્ડલાઈન કનેક્શન વાળા બ્રોડબેન્ડ યુઝર્સને જ આપવામાં આવશે.

bsnl

આ છે BSNLના પ્લાનના બેનિફિટ્સ

પ્લાનમાં મળી રહેલા ડેટા બેનિફિટની વાત કરવામાં આવે તો તેમાં ગ્રાહકોને દરરોજ 5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સ્પીડ 10Mbpsની રહેશે અને એખ વખત 100% ડેટાનો ઉપયોગ કરી લીધા બાદ યુઝરની સ્પીડ ઓછી થઈને 1Mbpsની રહી જશે.

આ પ્લાનની ખાસિયત એ છે કે 5 જીબી ડેલી ડેટા લિમિટ બાદ પણ ગ્રાહકો માટે કોઈ પણ FUP લિમિટ નહીં આપવામાં આવે. જણાવવામાં આવી રહ્યું છે ક આ પ્લાન અંડમાન અને નિકોબાર સહિત દરેક સર્કલ્સમાં બ્રોડબેન્ડ યુઝર્સને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!