GSTV

થઈ જાઓ તૈયાર… AIRTEL અને JIOને ટક્કર આપવા આ કંપનીએ રોજના 3 GB ડેટા આપવાનું કર્યું છે એલાન

સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ એટલે કે BSNL 997 રૂપિયાનો લોંગ ટર્મ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. વપરાશકર્તાઓને આ પ્લાનની સાથે રિચાર્જ પ્લાનમાં ડેટાની સાથે કોલિંગની પણ સુવિધાઓ મળશે. કંપની દ્રારા જાહેર કરવામાં આવેલો આ પ્લાન તમામ સર્કલમાં ઉપલબ્ધ છે. સુત્રોની માનવામાં આવે તો BSNLનો લોંગ ટર્મ પ્લાન એરટેલ અને JIOને ટક્કર આપશે. ત્યારે આ પ્લાનમાં મળનારી અન્ય સુવિધાઓ પર નજર કરીએ.

BSNLના આ પ્લાનમાં પ્રતિદિવસ 3 GB હાઈ સ્પીડ ડેટા મળશે. જો યુઝર્સ આ પ્લાનને તેની સમય મર્યાદા પહેલા પૂર્ણ કરી નાંખે છે તો સ્પીડ 80 KBPSની થઈ જશે. આ સિવાય યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકે છે. પણ દિલ્હી અને મુંબઈના વપરાશકર્તાઓને 250 મિનિટ પ્રતિ દિવસના હિસાબથી FUP દેવામાં આવી છે. આ સાથે યુઝર્સને 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે. જ્યારે આ લોંગ ટર્મ પ્લાનની સમય મર્યાદા 180 દિવસ સુધીની રાખવામાં આવી છે.

Airtel થોડા સમય પહેલા જ 998 રૂપિયાનો લોંગ ટર્મ પ્લાન જાહેર કર્યો હતો. જેમાં વપરાશકર્તાઓને 12 GB ડેટા મળતો હતો. સાથે જ 300 SMSની સુવિધા પણ મળતી હતી. જેની સમય મર્યાદા 336 દિવસ સુધીની રાખવામાં આવી હતી. બીજી તરફ JIOનો પણ એક આવો જ પ્લાન છે. જેમાં વપરાશકર્તાઓને 60 GB ડેટા સાથે 100 SMSની સુવિધા મળે છે. તેમને JIO TO JIO અનલિમિટેડ કોલની સેવાઓ પણ મળે છે. પણ અન્ય નેટવર્ક પર કોલ કરતા તેમને 6 પૈસા પ્રતિ મિનિટ દરનો ચાર્જ ચૂકવવો પડે છે. આ પ્લાનની સમયમર્યાદા પણ 90 દિવસો સુધીની રાખવામાં આવી છે.

READ ALSO


Related posts

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!