GSTV
Home » News » IPL ફેન્સ થઈ જશે ખુશ… BSNLએ લોન્ચ કર્યા નવા બે પ્લાન, મળશે આ સુવિધા

IPL ફેન્સ થઈ જશે ખુશ… BSNLએ લોન્ચ કર્યા નવા બે પ્લાન, મળશે આ સુવિધા

IPL આજથી શરૂ થઈ રહી છે. તે પહેલા લીગ શરૂ થાય તે પહેલા સરકારી ટેલિકોમ કંપની BSNLએ અમુક પ્રીપેડ પ્લેન્સ રજુ કર્યા છે. આ પ્લાન 199 રૂપિયા અને 499 રૂપિયાની કિંમત વાળા છે. આ નવા પ્લાન્સમાં ડેલી ડેટા બેનિફિટ, અનલિમિટેડ વોયસ કોલિંગ અને ઓનગોઈંગ ક્રિકેટ મેચ માટે ફ્રી ક્રિકેટ SMS એલર્ટ મળશે. તમને જણાવી દઈએ કે 199 રૂપિયા વાળા આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળશે અને 499 રૂપિયા વાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળશે. આટલું જ નહીં આ બન્ને પ્લેન્સમાં રોજ 1GB ડેટા મળશે.

ક્રિકેટ લવર્સ માટે લોન્ચ કર્યો આ પ્લાન

તમને જણાવી દઈએ કે આ પ્લાન્સને ખાસ રીતે ક્રિકેટ લવર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે અને જે યૂઝર્સ ક્રિકેચ મેચની લાઈવ સ્ટ્રીમિંગ જોવાનું પસંદ કરે છે તેમના માટે મુશ્કેલી થઈ શકે છે. હાલમાં એ વાત સ્પષ્ટ નથી કે BSNL એક્સ્ટ્રા ડેટા ઓફરની અંદર આવે છે કે નહીં. આ બન્ને પ્લાન્સ 20 ટેલિકોમ સર્કલો માટે વેલિડ છે જે કંપની પોતાની સેવાઓ આપે છે.

BSNL 199 IPL પ્રીપેડ પ્લેન

BSNLએ ક્રિકેટ ફેન્સ માટે IPL રિચાર્જ પ્લાનના રૂપમાં 199 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન રજુ કર્યો છે. આ પ્લાનમાં 1GB 4G/3G ડેટા મળે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. તમને જણાવી દઈએ કે 4G સ્પીડ ફક્ત ત્યાંજ મળશે જ્યાં BSNLની 4G સેવા ઉપલબ્ધ છે. 199 રૂપિયાના આ પ્લાનની 28 દિવસની વેલિડિટીમાં મફત ક્રિકેટ PRBT, ક્રિકેટ SMS એલર્ટ અને અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે. જોકે આ પ્લાનમાં SMS મકલવાની સુવિધા મફત નથી.

BSNL 499 IPL પ્રીપેડ પ્લાન

ત્યાંજ BSNLના બીજા પ્લાનની વાત કરવામાં આવે તો IPL પ્રીપેડ પ્લાન 499 રૂપિયાનો છે. અને આ પ્લાનમાં પણ ફક્ત 1GB ડેટા 90 દિવસોની વેલિડિટીમાં મળે છે. ડેટા લાભ ઉપરાંત BSNL ગ્રાહકોને મુંબઈ અને દિલ્હી સહિત કોઈ પણ નેટવર્ક અને સર્કલમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ રિચાર્જ પેકમાં રોજ ફ્રી 100 SMS મળે છે. જે 199 રૂપિયા વાળા પ્લાનમાં ફ્રી નથી મળતા. આ ઉપરાંત 499 રૂપિયાનો IPL પ્રીપેડ પ્લાન મફત ક્રિકેટ PRBT અને ક્રિકેટ SMS એલર્ટની સાથે આવે છે.

Read Also

Related posts

315 વિશાળ રૂમ સાથે અમદાવાદના આ સ્થળ પર બનશે તાજ હોટલ, અહીં વાચો શું હશે સુવિધાઓ

Arohi

B’day Special: 20 કરોડનું એપાર્ટમેન્ટ, 35 કરોડ ફીસ, 85 લાખની ગાડી અને….કંઇક આવા છે વરુણ ધવનના ઠાઠ!

Bansari

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari