GSTV
Home » News » BSNLએ ઉતાર્યો 180 દિવસની વેલિડિટીવાળો પ્લાન, જાણો શું છે ખાસ

BSNLએ ઉતાર્યો 180 દિવસની વેલિડિટીવાળો પ્લાન, જાણો શું છે ખાસ

સરકારી ટેલીકૉમ કંપની BSNLએ હાલમાં ઘણાં પ્રીપેડ પ્લાન્સને અપડેટ કર્યા છે. સાથે જ ઘણાં નવા પ્રીપેડ પ્લાનને માર્કેટમાં પણ ઉતાર્યા છે. હવે ગ્રાહકોને લલચાવવા માટે કંપનીએ નવા 599 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનને રજૂ કર્યા છે. આ પ્લાનમાં વેલિડિટી એક્ટેન્શનનો ફાયદો ગ્રાહકોને મળશે.

બીએસએનએલના નવા 599 રૂપિયાવાળા પ્લાનની વાત વિસ્તૃતપણે કરીએ તો આ એક વેલિડિટી એક્સટેન્શન પ્લાન છે. BSNLના કોઈ પણ પ્રીપેડ પ્લાનને ગ્રાહક આ પ્લાન દ્વારા પોતાના વર્તમાન પ્લાનની વેલિડીટી 180 દિવસ સુધી આગળ વધારી શકે છે. એટલેકે ગ્રાહક આ પ્લાનની મદદથી બીએસએનએલના ગ્રાહક પોતાના વર્તમાન પ્લાનની વેલિડિટી તેના દ્વારા 6 મહિના સુધી આગળ વધારી શકે છે.

આ સમયગાળા દરમ્યાન ગ્રાહકોને ફ્રી લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ મળશે. જોકે, આ કૉલ દિલ્હી અને મુંબઈ સર્કલમાં કરવામાં આવશે નહીં. કારણકે અહીં બીએસએનએલ પોતાની સેવા આપતુ નથી. જો તમે બીએસએનએલનો કોઈ પણ પ્લાન ઉપયોગ કરી રહ્યાં છો અને પોતાના પ્લાનની વેલિડીટીને અપડેટ કરવા ઈચ્છો છો તો 599 રૂપિયાવાળા નવા પ્લાનથી રીચાર્જ કરો અને 180 દિવસ સુધી વેલિડીટીને વધારી લો. જોકે, આ પ્લાન આંધ્ર-પ્રદેશ અને તેલંગાણા સર્કલ માટે તૈયાર કરાવવામાં આવ્યો છે.

હાલમાં બીએસએનએલે પોતાના વાર્ષિક બ્રોડબેન્ડ પ્લાનમાં 25 ટકા કેશબેક ઑફરને એક્સટેન્શન આપ્યું છે. પહેલી કેશબેક ઑફરની વેલિડીટી 31 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી હતી. એટલેકે વાર્ષિક બ્રોડબેન્ડ પ્લાન ખરીદવાથી ગ્રાહકોને 25 ટકા કેશબેક આપવામાં આવશે. આ બીએસએનએલ ક્રેડિટ તરીકે આપવામાં આવશે. જેના કેશબેકનો ફાયદો ગ્રાહક ભવિષ્યમાં કરવામાં આવતા રીચાર્જ દરમ્યાન કરી શકશો. આ સિવાય કંપનીએ 349 રૂપિયાવાળા પ્લાનમાં પણ વેલિડિટીને 54 દિવસથી વધારીને 64 દિવસ કર્યા છે.

READ ALSO

Related posts

અમિતાભ બચ્ચન સાથે ફોટો પડાવ્યો, ટ્રોલ થઈ જયા બચ્ચન

Dharika Jansari

પુલ નિર્માણ માટે સની દેઓલે આપ્યું આશ્વાસન, નિતિન ગડકરી પાસે કરોડોની મંજૂર થયેલી ગ્રાન્ટ માગી

Dharika Jansari

મહિલા પોલીસને દહેજ માટે સાસરિયાંએ કરી 20 લાખની માગણી, પતિએ કર્યું આ કૃત્ય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!