BSNLએ લૉન્ચ કર્યો નવો પ્લાન, દરરોજ મળશે 40GB ડેટા

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યો છે. BSNLના આ બ્રૉડબેન્ડ પ્લાનમાં દરરોજ 40 જીબી ડેટા મળશે અને તે પણ 100Mbpsની સ્પીડથી. બીએસએનએલે આ પ્લાનની કિંમત 2499 રૂપિયા છે. બીએસએનએલના આ પ્લાનમાં કેશબેક ઑફર પણ મળી રહી છે. આવો જાણીએ.
BSNLના આ 2499 રૂપિયાવાળા પ્લાનમાં 1 જીબી સ્ટોરેજની સાથે ફ્રી ઈ-મેઇલ આઈડી અને અનલિમિટેડ કૉલિંગ મળી રહ્યું છે. આ પ્લાનમાં 100 એમબીપીએસની સ્પીડની સાથે દરરોજ 40 જીબી ડેટા મળશે અને 40 જીબી ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 2 એમબીપીએસ થશે.
તો BSNLના કોલકત્તા વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ વાર્ષિક બ્રૉડબેન્ડ પ્લાન લેવાથી કેશબેક પણ મળશે અને આ પ્લાનની મુદ્દત 1 મહિનાની છે. 2499 રૂપિયાવાળા પ્લાન સિવાય કંપનીની પાસે 777 રૂપિયા, 1277 રૂપિયા અને 3999 રૂપિયાના પ્લાન પણ છે.
મહત્વનું છે કે BSNLએ જિયો ગીગાફાઈબરની ટક્કરમાં “Bharat Fiber” લૉન્ચ કરી છે. BSNLના ફાઈબર-ટૂ-ધ-હોમ (FTTH) સર્વિસ ભારત ફાઈબર હેઠળ ગ્રાહકોને દરરોજ 35 જીબી ડેટા મળશે અને આ પ્લાન હેઠળ ડેટાની કિંમત પ્રતિ જીબી 1.1 રૂપિયા હશે.
READ ALSO
- LG ટૂંક સમયમાં લૉન્ચ કરશે પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન, લીક ઈમેજથી સામે આવ્યું ફીચર
- રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા, એરટેલ આપી રહ્યાં છે આ સ્માર્ટ રિચાર્જ પ્લાન
- Whatsapp ગ્રુપથી કંટાળ્યા હોય તો કરી દો આવી સેટિંગ, તમારી મરજી વિના કોઇ એડ નહી કરી શકે
- ભલે મોડુ પણ આખરે સમજાણું ખરૂ, એરટેલનાં ગ્રાહકો ઘટી જતા જુનો પ્લાન ફરી શરૂ કર્યો
- હવે કેમેરો ચાલું કરીને પુછો કે તમે ક્યાં ઉભા છો, ગુગલ રસ્તો બતાવી દેશે