GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

BSNLએ લૉન્ચ કરી Wings VoIP એપ, ઈન્ટરનેટ કૉલિંગ કરી શકશે યૂઝર્સ

ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલે) પોતાની ઈન્ટરનેટ બેસ્ડ કૉલિંગ એપ Wings VoIP લૉન્ચ કરી છે અને આ ગૂગલ પ્લે સ્ટોર પર તૈયાર છે. જેની મદદથી જે વિસ્તારોમાં સેલ્યુર કનેક્ટિવિટીની સમસ્યા છે, ત્યાં પણ યૂઝર ઈન્ટરનેટની મદદથી કૉલ કરી શકશે. સ્ટેટ રન ટેલીફોન ઑપરેટરે ગયા વર્ષે VoIP (Voice over internet protocal) ઈન્ટ્રોડ્યૂસ કર્યુ હતું. ભારતમાં નબળા મોબાઇલ નેટવર્ક મોટી સમસ્યા છે, જેનો ઑપ્શન અત્યારે વૉટ્સએપ અને ફેસબુક મેસેન્જર જેવા એપ છે.

બીએસએનએલનુ કહેવુ છે કે તેઓ યૂઝરને VoIP એક્સપીરિયન્સ બહેતર બનાવવા ઈચ્છે છે અને BSNL Wings એપ લૉન્ચ આ દિશામાં પહેલુ પગલુ છે. Wings એપ એવા સ્થાનો પર પણ કૉલિંગની સુવિધા આપશે, જ્યાં મોબાઈલ નેટવર્ક પહોંચતુ જ નથી. બેસમેન્ટ્સ અથવા મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં આ સમસ્યા સામાન્ય છે. એવામાં ફક્ત ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે અને યૂઝર્સ એકબીજાને કૉલ કરી શકશે. જેનો ફાયદો ઉઠાવવા માટે યૂઝર્સ 2G, 3G, 4G સેલ્યુલર નેટવર્ક સિવાય Wifiનો ઉપયોગ પણ કરી શકે છે.

એપ પર કોઈ પણ રિસ્ટ્રિક્શન અથવા લિમિટ નથી. ઈન્ટરનેટ પ્રોવાઇડર કોઈ પણ હોય, યૂઝર્સને VoIPની સુવિધા મળશે. આ સાથે જ એપની ઈન્ટરફેસ પણ સામાન્ય કૉલિંગ એપ જેવી રાખવામાં આવી છે, જેનાથી આ યૂઝર ફ્રેન્ડલી રહે. તે જાતે કૉન્ટેક્સ્ટને સિન્ક કરી દેશે, જેનાથી કૉલિંગ માટે એક-એક યૂઝરનો નંબર શોધવો પડશે નહીં. જોકે, આ સર્વિસ ફ્રી નથી અને તેના માટે વન-ટાઇમ પેમેન્ટ કરવુ પડશે, ત્યારબાદ યૂઝર્સ આખુ વર્ષ કૉલિંગ કરી શકશે.

કેવીરીતે શરૂ કરો BSNL VoIP સર્વિસ?

સૌપ્રથમ તમારે પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એક વખત 1099 રૂપિયાનુ પેમેન્ટ તમારે આખા વર્ષની સર્વિસ માટે કરવુ પડશે. આ સિવાય એસઆઈપી (Session Initiation Protocol) પણ ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ તમારે 10 ડિઝીટનું સબ્સ્ક્રિપ્શન આઈડી એલોટ કરાશે. રજીસ્ટર્ડ મેલ-આઈડી પર 16 ડિઝીટનો પિન મોકલવામાં આવશે. જેને ઈનપુટ કર્યા બાદ તમે Wings સર્વિસ એક્ટિવેટ કરી શકશો.

READ ALSO


Related posts

ગુજરાતના 6 બંદરો પર લગાવાયા ભયસૂચક સિગ્નલો, માછીમારોને અપાઈ આ ચેતવણી

Nilesh Jethva

Corona વાયરસ અહીં તો સામસામે માત્ર વાત કરવાથી પણ ફેલાય છે, આ સૌથી જોખમી

Mansi Patel

અરબી સમુદ્રમાં આગામી 24 કલાકમાં સર્જાશે લો પ્રેશર, હવામાન વિભાગની વેઈટ એન્ડ વોચની નીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!