GSTV
Home » News » તમારે એક દિવસનું 35 જીબી ઈન્ટરનેટ વાપરવું છે? આ કંપનીએ ઓફર કરી છે

તમારે એક દિવસનું 35 જીબી ઈન્ટરનેટ વાપરવું છે? આ કંપનીએ ઓફર કરી છે

એકબીજા સાથે સ્પર્ધા કરવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ટેલિકોમ કંપનીઓ સતત નવી ઓફર આપી રહી છે. આ રીતે દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ ભારત ફાઇબર લોન્ચ કર્યું છે, જેના દ્વારા હવે યૂઝર્સને દરરોજ 35 જીબી ડેટા મળશે. આ ડેટા યુઝર્સને 1.1 રુપિયા પ્રતિ જીબીના દરથી ઉપલબ્ધ થશે.

વેબસાઇટ ET Telecom દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો તમે આ સેવાનો લાભ લેવા માંગતા હો, તો તમારે કંપનીના ઓનલાઇન પોર્ટલ પર જવું પડશે જ્યાં તમે તેના વિશે માહિતી મેળવી શકો છો. આ સેવા લીધા બાદ યૂઝર્સ 256 Kbps અને 100 Mbps ની ઝડપથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

બીએસએનએલ બોર્ડ સીએએફના નિર્દેશક વિવેક બંસલે કહ્યું છે કે હવે યૂઝર સુપર-ફાસ્ટ ઇન્ટરનેટ અને પહેલા કરતા પણ વધુ ઇલેક્ટ્રોનિક ગૈજેટ્સ અને મનોરંજનના સાધનોને અપનાવવાનું શરુ કર્યું છે. બીએસએનએલએ તેમની 99 રૂપિયાની ટેરિફ પ્લાનની વેલિડીટી ઘટાડી દીધી છે.આ પહેલા આ પ્લાનની વેલિડીટી 26 દિવસ હતી, પરંતુ હવે કંપનીએ તેની માન્યતાને ઘટાડીને 24 દિવસ કરી દીધી છે. આ ઉપરાંત, સિમ રિપ્લેસમેન્ટ માટે હવે 10ની જગ્યાએ 100 રુપિયા આપવા પડશે. આ ચાર્જ પોસ્ટપેઇડ અને પ્રિપેઇડ બન્ને યૂઝર્સ માટે માન્ય રહેશે.

READ ALSO

Related posts

સીક્રેટ વીડિયો આવ્યો બહાર, ચીનમાં આંખો પર પટ્ટી બાંધી મુસ્લિમો સાથે થઈ રહ્યો છે જુલ્મ?

Mansi Patel

એક ગ્રામની માછલીને થયું ટ્યુમર, માલિકે કર્યો આટલા રૂપિયાનો ખર્ચ જાણશો તો રહી જશો દંગ!

pratik shah

દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ચોતરફ પ્રસરી ઠંડક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!