GSTV
Home » News » BSNLએ 4G સર્વિસની કરી શરૂઆત, મફતમાં મળી રહ્યો છે 2GB ડેટા

BSNLએ 4G સર્વિસની કરી શરૂઆત, મફતમાં મળી રહ્યો છે 2GB ડેટા

સરકારી ટેલીકૉમ કંપની બીએસએનએલે પોતાના 4G VoLTE સર્વિસની શરૂઆત કરી દીધી છે. કંપનીએ આ સર્વિસની શરૂઆત અત્યારે અમૂક સર્કલ્સમાં કરવામાં આવી છે. આશા છે કે કંપની 4G સર્વિસને ટૂંક સમયમાં અન્ય સર્કલમાં તૈયાર કરાવશે. આ પગલાથી બીએસએનએલને ખૂબ ફાયદો મળશે. જેના કારણે કંપની પોતાના એવા યૂઝ્રર્સને રોકવામાં સફળ થશે, જે 4G સર્વિસ માટે કોઈ બીજી ટેલીકૉમ કંપનીમાં સ્વિચ થવા જઈ રહ્યાં હોય.

મફત મળી રહ્યું છે 2GB ડેટા

હાલમાં કંપની દ્વારા ચેન્નઈ સર્કલમાં 4G સીમની શરૂઆત કરી દીધી છે. આ સાથે જ કંપની પોતાના યૂઝર્સને 3જીમાંથી 4જી સિમ અપગ્રેડ કરવાની ઑફર પણ આપી રહી છે. આ ઑફર હેઠળ યૂઝર્સને 2 જીબીનો કૉમ્પલીમેન્ટ્રી 4જી ડેટા મફતમાં મળી રહ્યો છે. આ ઑફરનો ફાયદો એવા યૂઝર્સને મળશે, જે બીએસએનએલના 20 રૂપિયાનું 4G સિમ ખરીદશે. અહીં જણાવવાનું કે કંપનીએ ગયા વર્ષે જ યૂઝર્સને 4G સેવા આપવા માટે 2100MHz સ્પેક્ટ્રમ અલૉટ કર્યુ હતું.

666 રૂપિયાવાળા પ્લાનમાં થયો ફેરફાર

કંપનીએ પોતાના 666 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કરીને તેની મુદ્દત ઓછી કરી દીધી છે. પહેલા આ પ્લાનમાં ગ્રાહકોને 129 દિવસની મુદ્દત અપાતી હતી, પરંતુ હવે તેને 122 દિવસની કરી દીધી છે. આ ફેરફાર દરેક જગ્યાએ કરવામાં આવ્યો છે. 666 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળશે. જોકે, દિલ્હી અને મુંબઈના યૂઝર્સ અનલિમિટેડ કૉલિંગનો લાભ લઇ શકશે નહીં.

READ ALSO

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

નોકરી છોડ્યા બાદ તરત PF ઉપાડી લેવાની ક્યારેય ન કરો ભુલ, પહેલા વાંચી લો આ

Arohi