GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

BSNLએ લોન્ચ કર્યા 94 અને 95 રૂપિયાનાં 2 નવા પ્લાન, તેમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે મળશે આ સુવિધા

BSNLએ 94 અને 95 રૂપિયાના 2 નવા સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. આ બંને યોજનાઓમાં 3 જીબી ડેટા અને ફ્રી કોલિંગ ઉપરાંત અતિરિક્ત લાભ આપવામાં આવી રહ્યા છે. આ યોજનાઓમાં 60 દિવસ માટે મફત કોલર ટ્યુન આપવામાં આવી રહી છે. કંપનીએ આ બંને યોજના 6 જુલાઈના રોજ શરૂ કરી હતી.

આ યોજનાઓમાં શું જોવા મળશે?

બંને પ્રી-પેઇડ પ્લાનમાં 3 જીબી ડેટા સાથે કોલ કરવા માટે યુઝર્સને 100 મિનિટનો સમય મળશે. આ સિવાય યુઝર્સને રોમિંગનો લાભ આપવામાં આવશે. જ્યારે, આ બંને પ્રી-પેઇડ પ્લાનની માન્યતા 90 દિવસની છે. ફ્રી-કોલિંગ મિનિટ સમાપ્ત થયા પછી, 94 રૂપિયાની યોજનાના યુઝર્સે સ્થાનિક કોલ માટે એક રૂપિયો પ્રતિ મિનિટ અને એસટીડી કોલ માટે પ્રતિ મિનિટ 1.3 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે 95 રૂપિયાના પ્લાનમાં લોકલ કોલ્સ માટે પ્રતિ સેકન્ડ 0.02 રૂપિયા અને એસટીડી કોલ માટે 0.024 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

આ યોજનાઓમાં ફ્રી કોલર ટ્યુનનો પણ લાભ મળશે

60 દિવસ માટે ફ્રી કોલર ટ્યુન આપવામાં આવી રહી છે. BSNLની ફ્રી કોલર ટ્યુન સર્વિસ પર્સનલાઈઝ્ડ રીંગ બેક ટોન સર્વિસ હેઠળ મળે છે. નવી યોજનામાં ફ્રી મળનારી સેવા માટે કંપની દર મહિને 30 રૂપિયા સબ્સ્ક્રિપ્શન ચાર્જ અને 12 રૂપિયા ગીત સિલેક્ટ કરવા માટે લે છે.

599 રૂપિયાના પ્લાનમાં દરરોજ મળે છે 5GB ડેટા

ઘરેથી કામ એટલેકે વર્ક ફ્રોમ હોમ કરતાં લોકો માટે BSNL ખાસ પ્લાન લઈને આવી છે. BSNLએ 599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં દરરોજ 5 જીબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં ડેટા બેનિફિટ્સ સિવાય અન્ય ફાયદાઓ પણ મળશે. આ પેકની વેલિડિટી 90 દિવસની છે. તેમાં દેશભરમાં દરેક નેટવર્ક પર વોઈસ કોલિંગ માટે દરરોજ 250 મિનિટ મળી રહી છે. તેના સિવાય દરરોજ 5 જીબી હાઈ સ્પીડ ડેટા અને 100 ફ્રી એસએમએસ પણ મળશે. 5જીબી ડેઈલી ડેટા ખત્મ થયા બાદ ડેટા સ્પીડ ઘટીને 80KBPS રહી જશે.

READ ALSO

Related posts

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી યોજાશે અમેરિકામાં, ટ્રમ્પના હરીફ ઉમેદવારે જાહેરાત પાછળ ખર્ચ્યા 5.98 અબજ રૂપિયા

Pravin Makwana

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!