GSTV
Home » News » BSNLએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, ફાયદો થશે પૂરેપૂરા એક વર્ષ માટે

BSNLએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, ફાયદો થશે પૂરેપૂરા એક વર્ષ માટે

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવો પ્રી-પેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. BSNLના આ પ્લાનની કિંમત 1312 રૂપિયા છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં ગ્રાહકને પૂરા 365 દિવસ એટલે એક વર્ષની વેલિડિટી મળશે. આટલી લાંબી વેલિડિટીવાળો આ કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે.

BSNL રૂપિયા 1312માં આ પ્લાન આપી રહ્યું છે. તેમાં 547.5GB 4G ડેટા મળે છે. એટલે કે યૂઝરને રોજ 1.5GB ડેટા 4G ની સ્પીડ સાથે મળશે. ત્યારબાદ સ્પીડ 64kbps થઇ જશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. તેની સાથે અનલિમિટેડ વોઇસ કોલ, ડેઇલી 100 એસએમએસ, ફ્રી રોમિંગ, ફ્રી જિયો એપ્સ પણ મળશે.

BSNL એ ગત વર્ષે ઓક્ટોબરમાં બે વાર્ષિક પ્લાન લોન્ચ કર્યા હતા. જેમાં 1699 અને 2099 રૂપિયાના હતા. આ બંનેની વેલિડિટી 365 દિવસની હતી. 1699 રૂપિયાવાળા પ્લાન ડેઇલી 2GB અને 2099 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 4 જીબી ડેટા મળી રહ્યો છે. ડેટા ખતમ થયા પછી ઇન્ટરનેટની સ્પીડ 80Kbps થઇ જાય છે. બંને પ્લાનમાં રોજ 100 SMS પણ મળે છે.

મળશે આ સુવિધાઓ

  • BSNLના લોકલ-STD તમામ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ અને રોમિંગ
  • આ પ્લાનમાં માત્ર 5 જીબી ડેટા મળશે, જે ક્યારેય પણ યૂઝ કરી શકાશે
  • વેલિડિટી દરમિયાન 1000 SMS મળી રહેશે
  • આંધ્રપ્રદેશ અને તેલંગાણાના યૂઝર્સને આ પ્લાનનો બેનિફિટ મળશે
  • જે યૂઝર્સને ડેટાથી વધુ કોલિંગનું કામ હશે તેમના માટે આ બેસ્ટ પ્લાન સાબિત થશે

READ ALSO

Related posts

આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

Bansari

ઉન્નાવ કાંડની પીડિતાનો મૃતદેહ તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો થયા એકત્રીત

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!