GSTV
Home » News » BSNL લેન્ડલાઈન યૂઝર્સ આપી રહ્યાં છે ફ્રી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, દરરોજ મળશે આ ડેટા

BSNL લેન્ડલાઈન યૂઝર્સ આપી રહ્યાં છે ફ્રી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, દરરોજ મળશે આ ડેટા

https://www.gstv.in/bsnl-launched-free-broadband-internet-service-for-their-landline-users/

Bharat Sanchar Nigam Limitedએ પોતાના લેન્ડલાઈન યૂઝર્સ માટે ફ્રી બૉડબેન્ડ સર્વિસને લોન્ચ કરી છે. આ ઑફર હેઠળ યૂઝર્સ પાસેથી કોઈ ઈન્સ્ટૉલેશન ચાર્જ લેવાઈ રહ્યો નથી. આ સાથે જ યૂઝર્સને 10Mbps સ્પીડની સાથે દરરોજ ડાઉનલોડ માટે 5જીબી ડેટા અપાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં બીએસએનએલે પોતાના વાર્ષિક બ્રોડબ્રેન્ડ પ્લાન પર અપાતા 25 ટકા કેશબેક ઑફરને પણ 31 માર્ચ સુધી વધારી દીધી છે, જે પહેલા ફક્ત 31 ડિસેમ્બર સુધી તૈયાર થતો હતો. આ સિવાય હાજર બીએસએનએલ બ્રોડબેન્ડ યૂઝર્સ જે જાન્યુઆરીમાં લૉન્ચ થયા, Bharat Fiber સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે, જેને એક જાણીતા વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ અપાઈ રહ્યું છે.

લેન્ડલાઇન સબ્સક્રાઈબર્સને આપેલા ફ્રી બ્રોડબેન્ડ ઑફર સિવાય બીએસએનએલે દેશમાં હાજર પોતાના લેન્ડલાઈન, મોબાઈલ અને બ્રોડબેન્ડ યૂઝર્સ માટે ફ્રી વૉઈસ કૉલિંગને લૉન્ચ કરી છે. બીએસએનએલે પોતાના સબ્સક્રાઈબર્સને BSNL Wings દ્વારા પણ પ્લાન ઉપલબ્ધ કરાઈ રહ્યો છે.

બીએસએનએલ વિંગ્સ એક ઈન્ટરનેટ ટેલિફોની સર્વિસ છે, જેની શરૂઆત ગયા વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી. ફ્રી બ્રોડબેન્ડ સર્વિસ માટે બીએસએનએલ યૂઝર્સને ટૉલ ફ્રી નંબર 18003451504 પર પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ અથવા લેન્ડલાઈન નંબર પરથી કૉલ કરવાનો છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar