GSTV
Home » News » BSNLની દિવાળી ઑફર નિમિત્તે યુઝર્સને મળશે 20GB ડેટોનો લાભ, જાણો સમગ્ર ઑફર

BSNLની દિવાળી ઑફર નિમિત્તે યુઝર્સને મળશે 20GB ડેટોનો લાભ, જાણો સમગ્ર ઑફર

દિવાળીને ખાસ બનાવવા માટે સરકારી ટેલિકોમ કંપની BSNLએ નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ નવા પ્લાનની કિંમત 78 રૂપિયા છે. કંપનીનો આ પ્લાન દેશના 20 સર્કલમાં માન્ય રહેશે. આ નવા પ્લાનમાં યૂઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વૉયસ કોલિંગ, ડેટા અને એસએમએસનો લાભ મળશે.

BSNL 78 રૂપિયાનો પ્લાન

બીએસએનએલના આ પ્લાનનો સમયગાળો 10 દિવસનો છે. જેમાં યુઝર્સને અનલિમિટેડ વૉયસ કૉલિંગ આપવામાં આવી છે. આ સિવાય દરરોજ 2 જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકાય છે. જો 2 જીબી ડેટાની લિમિટ ખત્મ થઈ જાય છે તો યૂઝર્સ 80 Kbpsની સ્પીડથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. એટલે યૂઝર્સને કુલ 20 જીબી ડેટાનો લાભ મળશે. સાથે જ મફ્ત 123 એસએમએસ પણ મળશે.

BSNL 1699 અને 2099 રૂપિયા પ્લાન

આ અગાઉ પણ બીએસએનએલે દિવાળી મહાધમાકા ઑફર હેઠળ બે પ્લાન લોન્ચ કર્યા છે. જેને પ્રી-પેડ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવ્યા છે. જેનો સમયગાળો 1 વર્ષનો છે. જેમાં 1699 રૂપિયા અને 2099 રૂપિયાવાળા પ્લાન સામેલ છે. સૌપ્રથમ વાત કરીએ છે BSNLના 1699 રૂપિયાવાળા પ્લાનની તો તેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પૂર્ણ થયા બાદ ડેટાની સ્પીડ 80Kbps થઈ જશે. સાથે જ તેમાં અનલિમિટેડ લોકલ, STD અને નેશનલ રોમિંગ કૉલ અને દરરોજ 100 મેસેજ પણ મળશે. સાથે જ 365 દિવસો માટે hello tune પણ ફ્રીમાં મળશે.

આ સિવાય 2099 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ ગ્રાહકોને 4 જીબી ડેટા મળશે, જે સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 80Kbps થઈ જશે. તેમાં પણ અનલિમિટેડ લોકલ, STD અને નેશનલ રોમિંગ કૉલ અને દરરોજ 100 મેસેજ મળશે. સાથે જ 365 દિવસો માટે ફ્રી hello tuneનો પણ લાભ મળશે. આ બંને પ્લાનની સેવા 29 ઓક્ટોબર 2018થી શરૂ થઈ ગઈ છે. જેનો લાભ દેશભરના યૂઝર્સ ઉઠાવી શકે છે.

READ ALSO

Related posts

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!