GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

સ્વતંત્રતા દિવસ નિમિતે BSNL એ લોન્ચ કર્યો 147 રૂપિયાનો ધાંસુ પ્લાન, જાણો યુઝર્સને શું-શું મળશે!

ડેટા

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ ગ્રાહકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. BSNLએ 147 રૂપિયાના આ પ્લાનને 74 સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજૂ કરી છે. આ પ્રીપેડ પ્લાન ગ્રાહકોને 30 દિવસની માન્યતા સાથે આપવામાં આવશે. આ સાથે જ BSNL એ 247 રૂપિયા અને 1,999 રૂપિયાના પ્રીપેડ પ્લાનની માન્યતા વધારવાનો નિર્ણય કર્યો છે.

ચેનલ ટોપ-અપ થકી ગ્રાહક એક્ટિવ કરી શકે

BSNL એ પોતાના ગ્રાહકોને લલચાવવા માટે માર્કેટમાં બાકી કંપનીઓની સરખામણીમાં સસ્તો પ્લાન લઈને આવી છે. BSNL એ 147 રૂપિયાના પ્લાનનો સમયગાળો 30 દિવસનો હોવાને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ પ્લાનને BSNL સાઈટ અથવા ચેનલ ટોપ-અપ થકી ગ્રાહક એક્ટિવ કરી શકે છે. તે સિવાય ગ્રાહકોને આ નવા પ્લાનનો વપરાશ કરવા માટે STV COMBO147 લખી 123 પર મેસેજ મોકલવાનો રહેશે.

પ્રીપેડ પ્લાનનો સમયગાળાને પણ વધારાયો

ભારતના 74માં સ્વાતંત્રતા દિવસ પર BSNLએ 147 રૂપિયાની કિંમતના પ્લાનની સાથે જ 247 રૂપિયા અને 1,999 રૂપિયાના પોતાના પ્રીપેડ પ્લાનનો સમયગાળાને પણ વધારી દીધો છે. ગ્રાહકોને લલચાવવા માટે આ પસંદીદા પ્લાનની સાથે Eros Now સબ્સક્રિપ્શનને પણ જોવામાં આવ્યો છે. તો BSNL એ 551, 447,249 અને 78 રૂપિયાનો પ્રીપેડ રીચાર્જ પ્લાનને બંધ કરી દીધો છે.

આ પ્લાનનો સમયગાળો 30 દિવસ

BSNL એ ચેન્નઈ ડિવીઝન દ્નારા પોસ્ટ કરવામાં આવેલ એક સર્ક્યૂલરમાં જણાવ્યુ છે કે, 147 રૂપિયાના પ્રીપેડ રીચાર્જ પ્લાનમાં 250 મિનિટની ફેયર યૂસેજ પોલિસી (FUP) લિમિટની સાથે અસીમિત લોકલ અને STD વોઈસ કોલની સુવિધા આપવામાં આવી છે. આ પ્લાનનો સમયગાળો 30 દિવસનો દર્શાવવામાં આવ્યો છે. તો તેની સાથે 10 GB હાઈ-સ્પીડ ડેટા અને BSNL ટ્યૂનની સર્વિસ પણ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!