GSTV
Home » News » Republic Dayના પર્વ પર BSNLએ જાહેર કર્યો આ પ્લાન, જાણો આ છે ઑફર

Republic Dayના પર્વ પર BSNLએ જાહેર કર્યો આ પ્લાન, જાણો આ છે ઑફર

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે ગણતંત્ર દિવસ પહેલા 269 રૂપિયાનો નવો પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. બીએસએનએલના આ પ્લાનનો સમયગાળો 26 દિવસનો છે અને તેમાં યૂઝર્સને 2.6 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં કંપની 2600 મિનિટ ફ્રી કૉલિંગ માટે મળે છે, જ્યારે 260 ફ્રી એસએમએસ મળે છે. બીએસએનએલે આ પ્લાન એક મર્યાદિત સમય માટે લૉન્ચ કર્યો છે, આ પ્લાન 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રહેશે.

બીએસએનએલનો 269 રૂપિયાનો કૉમ્બો પ્લાન દેશભરના બધા સર્કલમાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં 2600 મિનિટનો ટૉક ટાઇમ, 260 એસએમએસ, 2.6 જીબી ડેટા અને 26 દિવસનો સમયગાળો મળે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બીએસએનએલે પોતાના 99 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો હતો. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ સુવિધા મળે છે.

બીએસએનએલે 99 રૂપિયાના પ્લાનનો સમયગાળો 26 દિવસથી ઘટાડીને 24 દિવસ કરી દીધો છે. આ સાથે જ બીએસએનએલે 899 રૂપિયાનો પણ એક નવો પ્લાન જાહેર કર્યો છે, જેમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ સુવિધા પણ મળે છે.

જોકે આ પ્લાન દિલ્હી અને મુંબઈ સર્કિલમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળતી નથી. આ પ્લાનનો સમયગાળો 180 દિવસનો છે અને તેમાં દરરોજ 50 એસએમએસ મળે છે.

બીએસએનએલે હાલમાં જ સિમ રિપ્લેસમેન્ટ ચાર્જ વધારી દીધો છે. પહેલા સિમ રિપ્લેસમેન્ટ માટે ફક્ત 10 રૂપિયા ચાર્જ આપવાનો હતો, પરંતુ હવે તેને વધારીને 100 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

World Cup 2019: થોડા-ઘણાં નહી, વરસાદે ધોઇ નાંખ્યા Star Indiaના 100 કરોડ રૂપિયા!

Bansari

મેચના કેટલાંક કલાકો પહેલાં જ હુક્કા પાર્ટીમાં સોનિયા સંગ શોએબ, ભડક્યા પાકિસ્તાની ફેન્સ

Kaushik Bavishi

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૩૦મી જૂને લેશે જમ્મુ કાશ્મીરની મુલાકાત, આ હશે રણનિતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!