GSTV
Home » News » Jio-BSNLના ભાંગડા, 92 લાખ લોકોએ છોડ્યો એરટેલ-વોડાફોનનો સાથ

Jio-BSNLના ભાંગડા, 92 લાખ લોકોએ છોડ્યો એરટેલ-વોડાફોનનો સાથ

લાઇફટાઇમ ફ્રી ઇનકમિંગ અને નેટવર્કમાં મુશ્કેલી એરટેલ અને વોડાફોન આઇડિયાને ઘણી ભારે પડી રહી છે. ટેલીકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ)ના નવા રિપોર્ટ મુજબ ગયા ઓક્ટોબરમાં સૌથી વધારે ગ્રાહક રિલાયન્સ જિયો અને બીએસએનએલે જોડ્યા છે, જ્યારે નવા ગ્રાહકોને જોડવામાં એરટેલ અને વોડાફોન પાછળ ધકેલાયા છે. ઓક્ટોબર 2018માં જિયોએ એકલા હાથે 1 કરોડથી વધુ નવા ગ્રાહક બનાવ્યા છે. જિયોના ગ્રાહકોની સંખ્યા ઓક્ટોબર પહેલા 25.22 કરોડ હતી, જે હવે 26.27 કરોડ થઇ છે.

ટ્રાઈના રિપોર્ટ મુજબ, ભારતમાં ઓક્ટોબરમાં GSM, CDMA અને LTE મળીને વાયરલેસ સબ્સક્રાઇબરની સંખ્યામાં કુલ 0.6 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 116.92 કરોડ હતી, જે ઓક્ટોબરમાં 117 કરોડ થઇ છે.

વોડાફોન-આઇડિયાના કુલ 73.61 લાખ ગ્રાહક ઓછા થયા

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં વાયરલેસ સબ્સક્રાઇબર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોમાં મોબાઇલ સબ્સક્રાઇબરની સંખ્યા સપ્ટેમ્બર 2018માં 64.77 કરોડ હતી, જે ઓક્ટોબરના અંત સુધી 64.82 કરોડ પહોંચી. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોબાઇલ યૂઝર્સની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. ગામમાં પહેલા કુલ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 52.15 કરોડ હતી, જે ઓક્ટોબરના આખર સુધીમાં 52.17 કરોડ થઇ ગઇ છે.

જિયો બાદ ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) સૌથી વધુ ફક્ત ઓક્ટોબર મહિનામાં 3.64 લાખથી વધુ નવા ગ્રાહક બનાવ્યા છે. તો હવે બીએસએનએલના વાયરલેસ ગ્રાહકોની કુલ સંખ્યા 11.34 કરોડ થઇ ગઇ છે. રિપોર્ટ મુજબ, વોડાફોન-આઇડિયાના કુલ 73.61 લાખ ગ્રાહક ઓછા થયા છે. તો 18.64 લાખ લોકોએ એરટેલનો સાથ છોડી દીધો છે. ઓક્ટોબરના અંત સુધી એરટેલના ગ્રાહકોની કુલ સંખ્યા 34.16 કરોડ રહી છે.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!