GSTV
Home » News » જાણો, BSNLના કયા યૂઝર્સને ફ્રી મળી રહ્યો છે 2જીબી 4જી ડેટા

જાણો, BSNLના કયા યૂઝર્સને ફ્રી મળી રહ્યો છે 2જીબી 4જી ડેટા

સરકારી ટેલિકૉમ કંપની BSNL હવે દેશમાં 4જી સેવા શરૂ કરવાની છે. તાજેતરમાં જ બીએસએનએલને તેના માટે સરકાર તરફથી લીલીઝંડી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલે આ સેવાને નાના સ્તર પર કેરળના ઇડુક્કી જિલ્લામાં આપવાની શરૂ કરી દીધી છે અને આવનારા થોડા મહિનામાં તેને દેશભરમાં શરૂ કરવામાં આવશે.

પોતાની આ નવી સેવાની સાથે બીએસએનએલ પોતાના વર્તમાન ગ્રાહકોને એક ઑફર આપી રહ્યું છે, જે હેઠળ પણ બીએસએનએલ ગ્રાહક પોતાના વર્તમાન 3જી સિમને નવા 4જી સિમ પર અપગ્રેડ કરશે તેને 2જીબીનો 4જી ડેટા ફ્રીમાં આપવામાં આવશે. બીએસએનએલની 4જી સેવા શરૂ થયા બાદ જો યૂઝર્સ પોતાના 3જી સિમને 4જી સિમ સાથે રિપ્લેસ કરતા નથી તો તેને 4જી સ્પીડ મળશે નહીં અને તેને 3જી સ્પીડથી જ કામ ચલાવવુ પડશે. અહીં જણાવવાનું કે 4જી સ્પીડ માટે ફોનમાં 4જી સિમ હોવુ આવશ્યક છે.

કેટલાંક રિપોર્ટનું માનીએ તો બીએસએનએલ ગુજરાત અને મહારાષ્ટ્રના થોડા હિસ્સામાં 4જી સેવા શરૂ કરવાની છે. બીએસએનએલ સિવાય ખાનગી ટેલિકૉમ કંપનીઓ જેવી કે એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન પહેલેથી જ પોતાના યૂઝર્સને 4જી સેવા આપી રહી છે અને એવામાં બીએસએનએલ દ્વારા 4જી સેવા ના આપવાથી બીએસએનએલના ગ્રાહકોમાં ઘણી નિરાશા હતી. જોકે, આ નિરાશા હવે ટૂંક સમયમાં દૂર થવાની છે. આ સાથે જ પોતાના ગ્રાહકોની ખુશી માટે બીએસએનએલ ગ્રાહકોને 4જી સિમ અપગ્રેડ કરવાથી 2જીબી 4જી ડેટા મફતમાં આપશે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ બીએસએનએલે એન્ડ્રૉઈડ માટે પોતાની નવી એપ My BSNLના નવા વર્ઝનને લૉન્ચ કર્યો હતો. આ એપને ડાઉનલોડ કરનાર યૂઝર્સને બીએસએનએલ ઈન્ટ્રોડક્ટરી ઑફર હેઠળ 1 જીબીનો ફ્રી ડેટા આપી રહી છે. આ ફ્રી ડેટા 30 દિવસ માટે વેલિડિટીની સાથે આવે છે અને આ યૂઝર્સના વર્તમાન પ્લાનમાં જ એડ થઇ જાય છે.

READ ALSO

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!