BSNLની મોટી ભેટ, રૂપિયા 349 વાળા પ્લાનમાં હવે દરરોજ મળશે આ સુવિધા

ટેલિકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) પોતાના લોકપ્રિય 349 રૂપિયાવાળા પ્લાનને રીવાઈઝ કરી દીધો છે, જે હેઠળ હવે ફક્ત યૂઝર્સને વધુ ડેટા મળશે નહીં, પરંતુ પ્લાનની વેલિડિટી પણ વધારે મળશે.

કંપનીએ 349 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 54 દિવસની અંદર વધારીને 64 દિવસ સુધી કરી દીધી છે. એટલેકે હવે બીએસએનએલના યૂઝર્સ 10 દિવસ એકસ્ટ્રા કંપનીની સર્વિસનો લાભ ઉઠાવી શકશે. એટલું જ નહીં, આ પ્લાનમાં હવે ગ્રાહકોને દરરોજ 1GB ડેટાને બદલે 3.2GB ડેટા આપવામાં આવશે.

મહત્વનું છે કે કંપનીએ રિલાયન્સ જિયોની ધમાકેદાર એન્ટ્રી બાદ 2016માં 349 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો હતો. પ્રારંભમાં કંપનીએ આ પ્લાનને 70 દિવસની વેલિડિટીની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ઘટાડીને 54 દિવસ માટે કરવામાં આવ્યો હતો. BSNLના આ પ્લાનમાં પ્રીપેડ ગ્રાહકોને અનલિમિટેડ વૉઈસ કૉલિંગ, દરરોજ 100 એસએમએસ સિવાય દરરોજ 1GB ડેટા આપવામાં આવતો હતો.

જોકે, હવે કંપનીએ તેની વેલિડિટી 64 દિવસની કરી દીધી છે. એટલેકે હવે બીએસએનએલના યૂઝર્સને 64 દિવસ સુધી દરરોજ 3.2GB ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ વૉઈસ કૉલની સુવિધા આપવામાં આવશે. સ્મરણ રહે કે દિલ્હી અને મુંબઈ સર્કલ આ પ્લાનના ક્ષેત્રમાં આવતા નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter